નવી મારુતિ બ્રેઝાનું બુકિંગ શરૂ:6 એરબેગ અને હાઇબ્રિડ એન્જિન સાથે 30 જૂને લોન્ચ થશે, કિયા સોનેટ અને વેન્યૂ સાથે ટક્કર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ આજ રોજ પોતાની કોમ્પેક્ટ SUV બ્રેઝાના આગામી નવા વર્ઝનનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 11,000 રૂપિયાની ચુકવણી કરીને કંપનીના કોઈપણ એરેના શોરૂમ અથવા તેની વેબસાઇટ પરથી નવી બ્રેઝા બુક કરાવી શકે છે. નવી બ્રેઝા ઇલેક્ટ્રિક સનરૂફ જેવા ફીચર સાથે નવા યુગની ટેકનોલોજી અને કનેક્ટેડ ફીચર સાથે લોન્ચ થશે.

2022 મારુતિ સુઝુકી બ્રેઝામાં નવું શું હશે?
નવી મારુતિ બ્રેઝા લોકપ્રિય વિટારા બ્રેઝા કોમ્પેક્ટ SUVનું સ્થાન લેશે, જે વર્ષ 2016માં બજારમાં આવી હતી. નવી બ્રેઝા કંપની તેના નામમાંથી "વિટારા" પ્રિફિક્સને દૂર કરશે. સૂત્રોનું કહેવું છે કે, ટોયોટા સાથે કામ કરી રહેલી મારુતિ સુઝુકીની આગામી મિડ-સાઇઝ SUVમાં વિટારાના ઉપનામનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવી બ્રેઝા અગાઉના વર્ઝનના પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી હતી, પરંતુ તેમાં બોડીની તમામ નવી પેનલ્સ અને ઇન્ટિરિયર મળશે.

મારુતિ સુઝુકીની ટીઝર ઈમેજમાં એન્ગ્યુલર હેડલેમ્પ ડિઝાઇન અને સ્ટાઇલિશ ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે નવી સ્ટાઇલ બતાવવામાં આવી છે.​​​​​​​ અગાઉના સ્પાઈ શોટ્સમાં નવી બ્રેઝા માટે સ્ટાઇલિંગનો ખુલાસો થયો છે અને SUVમાં નવી ગ્રિલ, બમ્પર, હેડલેમ્પ્સ અને બોનેટ સાથે ફ્લૈટર નોઝ મળે છે. પાછળની તરફ ટેલગેટ હોરિઝોન્ટલ સાથેનું રેપરાઉન્ડ ટેલ-લૈંપ એકદમ નવું છે. નવી બ્રેઝાને સાઇડથી જોવામાં આવે તો ફ્લોટિંગ રૂફ ઇફેક્ટ મળશે, જેના કારણે SUV તેની સબ-ફોર-મીટર લંબાઈ કરતાં લાંબી દેખાશે.

2022 મારુતિ સુઝુકી બ્રેઝાનું ઈન્ટિરીયર અને ફીચર્સ
બ્રેઝાની નવી ડેશબોર્ડ ડિઝાઇનમાં નવી બલેનોની જેમ તેના ઇન્ટિરિયરમાં પણ મોટાં ફેરફારો જોવા મળશે. મારુતિ સુઝુકીએ પહેલાં જ એક સનરૂફની પુષ્ટિ કરી દીધી છે. કોઈપણ મારુતિ સુઝુકી કોમ્પેક્ટ SUV માટે આ પહેલીવાર હશે. આ સિવાય તેના હાઈ વેરિઅન્ટમાં 9 ઈંચની ટચસ્ક્રીન, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને હેડ-અપ ડિસ્પ્લે જેવાં ફીચર્સ જોવા મળી શકે છે. નવી બ્રેઝામાં એક નહીં, પરંતુ બે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ઓપ્શન હશે, જેમાં મિડ-સ્પેક ટ્રિમ્સમાં આઉટગોઇંગ વિટારા બ્રેઝાનું 8 ઇંચનું યુનિટ હશે.

નિસાન મેગ્નાઇટ અને રેનોલ્ટ કીગર સાથે ટક્કર થશે
નવી બ્રેઝાની કિંમત તેના લોન્ચ સાથે 30 જૂને ખ્યાલ પડશે અને તેની નવી કોમ્પેક્ટ SUVની શરૂઆતની કિંમત તેની હરીફ હ્યુન્ડાઇ વેન્યુ, કિયા સોનેટ, ટાટા નેક્સન, નિસાન મેગ્નાઇટ અને રેનો કિગર કરતાં ઓછી હોવાની અપેક્ષા છે.

2022 મારુતિ સુઝુકી બ્રેઝાનું એન્જિન અને ગીયરબોક્સ ઓપ્શન
મારુતિ સુઝુકી બ્રેઝામાં નવું K15C એન્જિન મળશે. આ એન્જિનની શરુઆત અર્ટિગા અને XL6થી શરૂ થયું. આ એન્જિન 103hp અને 136Nm જનરેટ કરે છે અને તેને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. આ એન્જિનમાં માઈલ્ડ-હાઈબ્રિડ ફ્યુઅલ સેવિંગ ટેક્નોલોજી પણ મળશે. મારુતિ સુઝુકીએ આ વાતની પુષ્ટિ કરી છે કે, નવી બ્રેઝા કેટલાક વેરિઅન્ટ પર 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. મારુતિ સુઝુકી પણ આગામી મહિનાઓમાં CNG આધારિત વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે.