ન્યૂ લોન્ચ:એડવાન્સ નેવિગેશન ફીચર્સથી સજ્જ હીરો ગ્લેમર Xtec બાઇક 2 વેરિઅન્ટમાં લોન્ચ, પ્રારંભિક કિંમત 78,900 રૂપિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હીરો મોટોકોર્પે ​માર્કેટમાં ગ્લેમરને નવાં એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કરી છે. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિન કેપેસિટીથી સજ્જ આ બાઇકને બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેનાં ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 78,900 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 83,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ બાઇકમાં 125ccની કેપેસિટીનું XSens પ્રોગ્રામ્ડ ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તે જૂનાં મોડેલ કરતાં આશરે 70 કિમી/લિ કરતાં લગભગ 7% વધુ એવરેજ આપે છે.

ફીચર્સ
આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી ફંક્શન, ટર્ન-બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ, 'ઇન્ટિગ્રેટેડ USB ચાર્જિંગ', કોલ અને SMS અલર્ટ સાથે ગૂગલ મેપ કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત, હાઈ-લેવલ ક્લસ્ટરમાં ગિયર પોઝિશન ઇન્ડિકેટર, ઈકો મોડ, ટેકોમીટર અને રિયલ ટાઇમ એવરેજ ઇન્ડિકેટર (RTMi) પણ આપવામાં આવ્યું છે.

સેફ્ટી ફીચર્સ
આ બાઇકમાં સાઇડ-સ્ટેન્ડ વિઝ્યુઅલ ઇન્ડિકેશન અને સેગમેન્ટમાં પહેલીવાર સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઇકમાં એક બેંક-એંગલ-સેન્સર પણ આપવામાં આવ્યું છે, જે બાઇક સ્લીપ થાય તો એન્જિન બંધ કરી દે છે. તેના રિઅરમાં 5-સ્ટેપ અડજસ્ટેબલ હાઇડ્રોલિક શોક અબ્ઝોર્બર સસ્પેન્શન અને ફ્રંટમાં 240mm ડિસ્ક બ્રેક સાથે 180mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે.

સ્ટાઇલ અને ડિઝાઇન
સ્ટાઇલ અને ડિઝાઇનની વાત કરીએ તો ગ્લેમર Xtecમાં કંપનીએ LED હેડલેમ્પ સાથે સારી લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે આ સેગમેન્ટમાં અન્ય બાઇક્સ કરતાં લગભગ 34% વધુ લાઇટ આપે છે. આ સિવાય, બાઇકમાં 3D બ્રાંડિંગ, રિમ ટેપ અને બ્લુ એક્સેન્ટ તેના લુક વધુ સારો બનાવે છે.

એન્જિન કેપેસિટી
આ બાઇકમાં 125ccની કેપેસિટીનું XSens પ્રોગ્રામ્ડ ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે જે 10.7BHP પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ઓટો સેલ ટેકનોલોજીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 7% વધુ એવરેજ આપે છે.