• Gujarati News
  • Utility
  • Automobile
  • Launch Of New Version Of Hero's XPulse Bike, Equipped With A More Powerful Engine, The Price Of This Bike Is ₹ 5,000 More, You Have To Pay Rs 1,28,150 To Buy

ન્યૂ લોન્ચ:હીરોની XPulse બાઇકનું નવું વર્ઝન લોન્ચ, વધુ પાવરફુલ એન્જિનથી સજ્જ આ બાઇકના ભાવ ₹5,000 વધુ, ખરીદવા 1,28,150 રૂપિયા ચૂકવવા પડશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

એડવેન્ચર બાઇક્સ આજે પણ યંગસ્ટર્સમાં એટલી જ પોપ્યુલર છે. સુઝુકી, યામાહા અને હીરો જેવી ઘણી ઓટોમોબાઇલ કંપનીઓએ માર્કેટમાં પોતાની સ્પોર્ટ્સ બાઇક ઉતારી છે. વાત કરીએ હીરોની તો આ કંપનીની XPulse બાઇક ઘણી પોપ્યુલર છે અને એટલે જ તાજેતરમાં જ હીરો મોટોકોર્પે તેની એડવેન્ચર બાઇક હીરો XPulse 200 4V (XPulse)નું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. બાઇકમાં 4-વાલ્વ વર્ઝનનું એન્જિન આપવામાં આવ્યું છે. આ જૂનાં મોડેલ કરતાં વધુ પાવરફુલ છે. એન્જિન સાથે બાઇકનાં અન્ય ફીચર્સ પણ અપગ્રેડ કરવામાં આવ્યાં છે. જો કે, નવી XPulse 200 4V જૂનાં મોડેલ કરતાં 5,000 રૂપિયા મોંઘી છે. તેની એક્સ શો રૂમ કિંમત 1,28,150 રૂપિયા છે.

ઇન્ડિયન માર્કેટમાં જૂની હીરો XPulse 200 4V સિંગલ ચેનલ ABS સાથે આવે છે, જેની એક્સ શો રૂમ કિંમત 1.23 લાખ રૂપિયા છે. ઇન્ડિયન માર્કેટમાં હવે આ બાઇકની જગ્યા હીરો XPulse 200 4V લઈ રહી છે.

એન્જિન ડિટેલ્સ
બાઇકમાં 199.6cc, 4-સ્ટ્રોક, 4-વાલ્વ, સિંગલ સિલિન્ડર, ઓઇલ કૂલ્ડ, SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ 8500rpm પર 18 bhpનો મેક્સિમમ પાવર અને 6500rpm પર 17.35 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનું જૂનું મોડેલ 17.8 bhpનો મેક્સિમમ પાવર અને 16.45 Nm પીક ટોર્ક જનરેટ કરતું હતું.

3 નવા કલર ટ્રેલ બ્લુ, બ્લિટ્ઝ બ્લુ અને રેડમાં ખરીદી શકાશે
3 નવા કલર ટ્રેલ બ્લુ, બ્લિટ્ઝ બ્લુ અને રેડમાં ખરીદી શકાશે

ફીચર્સ
બાઇકનાં સ્વીચ ગિયરને ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર અને એન્જિન કટ ઓફ સ્વિચ સાથે અપડેટ કરવામાં આવી છે. જૂની બાઇકની જેમ આ બાઇકમાં LED હેડલેમ્પ, બ્લુટૂથ ઇનેબલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, સિંગલ ચેનલ ABS જેવાં ફીચર્સ મળશે. બાઇકને 3 નવા કલર ટ્રેલ બ્લુ, બ્લિટ્ઝ બ્લુ અને રેડમાં ખરીદી શકાશે.

ડાયમેન્શન
આ બાઇકનાં ફ્રંટમાં 190mm ટ્રાવેલ સાથે ટેલિસ્કોપિક ફોર્ક્સ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. રિઅરમાં 170mm ટ્રાવેલ સાથે 10-સ્ટેપ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ પર્પસ ટાયર આપવામાં આવ્યાં છે. બાઇકની સીટની ઊંચાઈ 825mm છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 220mm છે.

અન્ય સમાચારો પણ છે...