પોસ્ટપોન:બજાજ-ટ્રાયમ્ફની પહેલી બાઇકનું લોન્ચિંગ પોસ્ટપોન થયું, કિંમતથી લઇને લોન્ચ ડેટ સુધીની ડિટેલ્સ જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજાજ ઓટો અને ટ્રાયમ્ફ બાઇકે આ વર્ષની શરૂઆતમાં ઔપચારિક રીતે તેમની ભાગીદારીની જાહેરાત કરી હતી. જેથી, મિડ કેપેસિટીવાળી બાઇક (200ccથી 750cc) ડેવલપ કરી શકાય. આ ભાગીદારી KTM અને બજાજના કરન્ટ જોઇન્ટ વેન્ચર જેવી હશે, જેમાં બાઇકને ભારતમાં જ ડેવલપ થશે અને તેનું મેન્યુફેક્ચરિંગનું કામ બજાજ સંભાળશે.

આ જોઇન્ટ વેન્ચરના પરિણામે પહેલી પ્રોડક્ટ વર્ષ 2022માં લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ હવે એવું લાગે છે કે આ બાઇક એક વર્ષ પછી લોન્ચ થશે. ETને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બજાજ ઓટોના MD રાજીવ બજાજે ખુલાસો કર્યો કે ડેવલપમેન્ટમાં વિલંબ થવાને કારણે વર્ષ 2023માં પહેલી બાઇક આવે એવી શક્યતા છે.

અત્યારે બજાજ KTMના બાઇક્સ ડેવલપ કરવામાં બિઝી છે
તેમણે એમ પણ કહ્યું કે બજાજ ઓટો અત્યારે KTM માટે બહુ બધી બાઇક્સ ડેવલપ કરવામાં વ્યસ્ત છે. અપકમિંગ 490 ડ્યુક (જે એક નવાં પેરેલલ ટ્વીન એન્જિનથી ચાલશે) પર પણ કામ કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે નવું હસ્કવર્ના મોડેલ પણ પછી આવે તેવી અપેક્ષા છે. આ સિવાય બજાજ ટૂંક સમયમાં તેની બ્રાન્ડ હેઠળ નવું મોડેલ પણ લોન્ચ કરવાની યોજના બનાવી શકે છે.

બજાજ મેન્યુફેક્ચરિંગ અને નિકાસનું કામ સંભાળશે
અગાઉના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાયમ્ફ-બજાજ ભાગીદારી હેઠળ વિકસિત કરવામાં આવેલી નવી બાઇક્સ ટ્રાયમ્ફ બ્રાન્ડ હેઠળ રિટેલ થશે. આ બાઇક્સમાં ખર્ચ ઘટાડવા માટે હેવી લોકલાઇઝેશન (લગભગ 98-99%)ની સુવિધા હશે. રસપ્રદ વાત તો એ છે કે આ ટ્રાયમ્ફ બાઇક્સમાંથી પહેલી બાઇક ઇન્ડિયન માર્કેટમાં KTM અને હસ્કવર્ના બાઇક્સની જેમ જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
બજાજે એમ પણ કહ્યું હતું કે ઇન્ડિયન માર્કેટ માટે ટ્રાયમ્ફના મેન્યુફેક્ચરિંગને હેન્ડલ કરવા ઉપરાંત તે કેટલાક માર્કેટમાં નિકાસ કામગીરી પણ જોશે. આમાં એશિયાના અન્ય દેશો અને કેટલાક આફ્રિકન દેશો પણ સામેલ હશે.

બજાજ-ટ્રાયમ્ફની પહેલી બાઇકની કિંમત 2 લાખ રૂપિયા પણ નહીં હોય
અપકમિંગ બજાજ-ટ્રાયમ્ફ બાઇક વિશે કોઈ ડિટેલ ઉપલબ્ધ નથી. પરંતુ અફવાઓ સૂચવે છે કે તે 200ccનું મોડેલ હશે, જે KTM ડ્યુકની જેમ જ અન્ડરપિનિંગનો ઉપયોગ કરશે. તે ટ્રાયમ્ફ બોનિવેલેની જેમ રેટ્રો-સ્ટાઇલ હોવાની અપેક્ષા છે. તેની કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે, જે તેને ઇન્ડિયન માર્કેટમાં અત્યંત સ્પર્ધાત્મક બનાવશે.