ઓલાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર આખરે લોન્ચ થઈ ગયું છે. છેલ્લાં 1 મહિનાથી ઓલાના બુકિંગથી લઈને તેનાં ફીચર્સની ચર્ચા ચાલી રહી હતી. આજે આપણે ઓલાની ફેક્ટરી વિશે વાત કરીશું. ઓલાનો દાવો છે કે તે વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર ફેક્ટરી ધરાવે છે. જ્યાં સ્કૂટરમાં વપરાતી બેટરી સહિત 90% ટુ-વ્હીલર પાર્ટ્સ અસેમ્બલ થાય છે.
ઓલા મેગા બ્લોક દેશના ફેમસ એરપોર્ટ ટર્મિનલ કરતાં પણ મોટો
ઓલા મેગા બ્લોકની વાત કરીએ તો તે 43 એકરમાં ફેલાયેલો છે. જે દિલ્હી એરપોર્ટ T3 ટર્મિનલના 20 એકર, મુંબઈ એરપોર્ટ T2 ટર્મિનલના 24 એકર અને બેંગલુરુ એરપોર્ટ ટર્મિનલના 26 એકરથી પણ મોટો છે.
ઓલા દર 2 સેકંડે 1 સ્કૂટર બનાવે છે
ઓલા ફેક્ટરીમાં દર 2 સેકંડે 1 સ્કૂટર બને છે. તેમજ, એક દિવસમાં 25,000 મોટર અસેમ્બલ થાય છે. કંપનીનો દાવો છે કે તે વિશ્વની ટૂ-વ્હીલર કેપેસિટીમાં 15% ફાળો આપશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.