Land Rover Indiaએ ઇન્ડિયન માર્કેટમાં તેની Land Rover Defender 90 કારનું વેચાણ શરૂ કરી દીધું છે. કંપનીએ આ કાર લોન્ચિંગની જાહેરાત ગયા વર્ષે જ કરી દીધી હતી. પરંતુ હવે જઇને આ કારનું વેચાણ શરૂ કર્યું છે. તેના 3-ડોર સ્ટાન્ડર્ડ વર્ઝનની એક્સ શો રૂમ કિંમત 76.57 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે તેના Defender X વેરિઅન્ટ પર 1.12 કરોડ રૂપિયા સુધી જાય છે. આ કારનો લુક ન્યૂ જનરેશન Defender 110 જેવો જ છે.
નવી લેન્ડ રોવર ડિફેન્ડર 90' ઇન્ડિયન માર્કેટમાં અનેક વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. તેમાં Defender, X-Dynamic અને Defender X સામેલ છે. આ ઉપરાંત, ગ્રાહકોને તેમાં S, SE અને HSE સ્પેસિફિકેશન પેક્સ પસંદ કરવાની તક મળશે.
એન્જિન ડિટેલ્સ
Land Rover Defender 90 ઇન્ડિયન માર્કેટમાં ત્રણ એન્જિનમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાં 2.0-લિટર પેટ્રોલ, 3.0 લિટર પેટ્રોલ અને 2.0-લિટર ડીઝલ એન્જિન સામેલ છે. આ કારનું 2.0-લિટર પેટ્રોલ એન્જિન 296 bhp મેક્સિમમ પાવર અને 400 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેનું 3.0-લિટરનું પેટ્રોલ એન્જિન 394 bhp મેક્સિમમ પાવર અને 550 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 2.0-લિટરનું ડીઝલ એન્જિન 296 bhp મેક્સિમમ પાવર અને 650 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
ફીચર્સ
ઇનોવેટિવ ફ્રંટ સેન્ટ્રલ જંપ સીટના કારણે ડિફેન્ડર 90માં ગ્રાહકોને 6 સીટની સ્પેસ આપવામાં આવી છે. તેમાં 21મી સદીની ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. લેન્ડર રોવરની પીવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે તેમાં એક સાહજિક ઇન્ટરફેસ અને બેકઅપ બેટરી પણ આપવામાં આવી છે. એડવાન્સ સોફ્ટવેર ઓવર ધ એર અપડેટ્સ પણ એ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં કોઈપણ સમયે લેટેસ્ટ સોફ્ટવેરનો લાભ મેળવી શકે.
ડિફેન્ડર 90નો કોન્ફિગરેબલ ટેરેન રિસ્પોન્સ કોઈપણ રફ અને કાચા રસ્તા પર ચાલવા માટે ગાડીના સેટઅપને ફાઇન ટ્યુન કરવાની મંજૂરી આપે છે. આ પહેલા ક્યારેય આવું બન્યું ન હતું. ટેરેન રિસ્પોન્સ 2 સિસ્ટમમાં નવો વેડ પ્રોગ્રામ પણ સામેલ કરવામાં આવ્યો છે, જે પાણીમાં વાહન ચલાવતા સમયે તમામ વાહન સિસ્ટમોને અનુરૂપ બનાવવા માટે સપોર્ટ પૂરો પાડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.