ઈલેક્ટ્રિક સ્કૂટર / EICMA 2019 ઓટો શોમાં ‘Lambretta G325 Special’ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ

'Lambretta G325 Special' electric scooter launches at EICMA 2019 auto show
'Lambretta G325 Special' electric scooter launches at EICMA 2019 auto show

  • સ્કૂટર બનાવતી કંપની લેમ્બ્રેટા ભારતીય માર્કેટમાં કમબેક કરવાની તૈયારીમાં 
  • ‘EICMA 2019’ ઓટો શોમાં લેમ્બ્રેટાએ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું
  • ‘G325’માં ઈન્ટરચેન્જેબલ સાઈડ પેનલ આપવામાં આવ્યા છે

Divyabhaskar.com

Nov 07, 2019, 07:24 PM IST

ઓટો ડેસ્ક. સ્કૂટર બનાવતી કંપની લેમ્બ્રેટા ભારતીય માર્કેટમાં કમબેક કરવાની તૈયારીમાં છે. કંપનીએ ગત વર્ષે ભારતમાં પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે ઈટલીના મિલાન શહેરમાં ચાલી રહેલ ‘EICMA 2019’ ઓટો શોમાં લેમ્બ્રેટાએ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું. કંપનીએ પોતાના ફ્લેગશિપ મોડેલ કોન્સેપ્ટ રજૂ કર્યો.

G325 Special ઈ-સ્કૂટર

આ મોડેલને G325 Special નામ આપવામાં આવ્યું છે. કંપની આ સ્કૂટર ભારતમાં ‘2020 Auto Expo’દરમિયાન રજૂ કરી શકે છે. આ સ્કૂટરની ડિઝાઈન તેના કોન્સેપ્ટ પર આધારિત હશે.

‘G325’માં ઈન્ટરચેન્જેબલ સાઈડ પેનલ આપવામાં આવ્યા છે. આ સ્કૂટર ફુલ રાઈડર ઈન્ટરફેસ આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં સ્માર્ટ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે. આ સ્કૂટરને ફુટ બોર્ડમાં લેમ્બ્રેટાના લોગોના શેપમાં લાઈટ આપવામાં આવી છે. નવા લેમ્બ્રેટામાં ઈન્ટીગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ, LED હેડલાઈટ જેવા મોર્ડન અપડેટ આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં મોટા મોટા બોડી પેનલ્સ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત કોન્સેપ્ટ મોડેલમાં બંને એંડ્સ એટલે કે આગળ અને પાછળ ‘J Juan’ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.

ઈલેક્ટ્રિક લેમ્બ્રેટાને ભારતમાં લોન્ચ કરવાના સમાચાર 2018માં પણ આવ્યા હતા. લેમ્બ્રેટાની પેરેન્ટ કંપની Innocenti મુંબઈ અથવા તેની આજુબાજુ પોતાનો પ્લાન્ટ પણ લગાવી રહી છે. EICMA 2019માં કંપનીએ જણાવ્યું કે અત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અને મોટરસાઈકલ પર ફોકસ કરી રહી છે. તે ઉપરાંત કંપની હાઈડ્રોજનનો ફ્યૂલ તરીકે ઉપયોગ કરવાની ટેક્નોલોજીમાં પણ રોકાણ કરી રહી છે.

X
'Lambretta G325 Special' electric scooter launches at EICMA 2019 auto show
'Lambretta G325 Special' electric scooter launches at EICMA 2019 auto show

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી