ન્યૂ લોન્ચ:લેમ્બોર્ગિનીની Huracan EVO RWD કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ, કિંમત 3.54 કરોડ રૂપિયા

એક વર્ષ પહેલા

લેમ્બોર્ગિની ઇન્ડિયાએ ભારતમાં તેની લેમ્બોર્ગિની Huracan EVO RWD કાર લોન્ચ કરી દીધી છે. આ Huracan EVOનું ઓપન ટોપ રિયર વ્હીલ ડ્રાઇવ વર્ઝન છે. ભારતીય બજારમાં તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 3.54 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ ગયા વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની લેમ્બોર્ગિની Huracan EVO RWD સ્પાઇડર લક્ઝરી કાર રજૂ કરી હતી. હવે એક વર્ષ પછી આ કાર ભારતમાં RWD કૂપ લીગમાં જોડાઈ ઘઈ છે. બંને મોડેલોમાં એકસમાન સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યાં છે.

કારમાં 5.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ V10 પેટ્રોલ એન્જિન
કારમાં 5.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ V10 પેટ્રોલ એન્જિન

એન્જિન ડિટેલ્સ
Lamborghini Huracan EVO RWD Spyderમાં પાવર માટે 5.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ V10 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 602 bhpનો મેક્સિમમ પાવર અને 560 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળશે. Spyderમાં 28hp અને 40 Nm ટોર્કનો ઘટાડો કરવામાં આવ્યો છે.

4-સીટર અને 5-સીટર કારનો ઓપ્શન મળશે
4-સીટર અને 5-સીટર કારનો ઓપ્શન મળશે

0-100 કિમીની સ્પીડ 3.5 સેકંડમાં પકડી લેશે
Lamborghini Huracan EVO RWD Spyder ફક્ત 3.5 સેકંડમાં જ કલાક દીઠ 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે, જે RWD કૂપે વર્ઝન કરતાં 0.2 સેકંડ ધીમી છે. તેમાં કલાક દીઠ 324 કિમીની ટોપ સ્પીડ આપવામાં આવી છે. તેમાં 4-સીટર અને 5-સીટર કારનો ઓપ્શન મળે છે.

વજનમાં હલકી
કૂપેની સરખામણીએ Huracan EVO RWD Spyderનું વજન 120 કિલો ઓછું છે. આ કારમાં હાઇબ્રિડ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એલ્યુમિનિયન અને ક્રાબન ફાઇબરની બનેલી છે. આ જ કારણોસર આ કાર વજનમાં હલકી છે અને તેનું ડ્રાય વજન 1509 કિલો છે.