ન્યૂ લોન્ચ:લેમ્બોર્ગિનીએ સ્પોર્ટ્સ કાર હુરાકન STO લોન્ચ કરી, ફક્ત 3 સેકંડમાં 0થી 100 કિમીની સ્પીડ પકડતી આ કારની કિંમત 5 કરોડ રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇટાલિયન કાર કંપની લેમ્બોર્ગિનીએ ઇન્ડિયન માર્કેટમાં રિ-એન્ટ્રી કરતાં સુપર સ્પોર્ટ્સ કાર હુરાકન STO લોન્ચ કરી છે. તેની એક્સ શો રૂમ કિંમત 4.99 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તે માત્ર 3 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. કંપનીને અપેક્ષા છે કે આ વર્ષે હુરાકનનાં 10થી વધુ યૂનિટ વેચાઈ જશે. આ 5 કરોડ રૂપિયાની લક્ઝરી કારમાં શું ખાસ છે, ચાલો જાણીએ...

3 સેકંડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે
હુરાકન STO એક સુપર સ્પોર્ટ્સ કાર છે, જે લેમ્બોર્ગિની સ્ક્વાડ્રા કોર્સની હુરાકન સુપર ટ્રોફિઓ EVo રેસિંગ સિરીઝના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં 5.2-લિટરનું V10 એન્જિન આપવામાં આવ્યું છે, જે 640hpનો પાવર અને 600Nm સુધીનો ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન એટલું પાવરફુલ છે કે કાર 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 3 સેકન્ડમાં અને 0થી 200 કિ.મી પ્રતિ કલાક 9 સેકંડમાં પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડ 310 કિમી પ્રતિ કલાકની છે.

જૂનાં મોડેલ કરતાં વજનમાં હલકી
નવી હુરાકન STO પહેલા કરતાં વજનમાં 43 કિલો હલકી થઈ ગઈ છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેના બોડીમાં 75 ટકા કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેની વિંડસ્ક્રીન 20% હળવી બની ગઈ છે. હુરાકન STOનું ડ્રાય વજન 1,339 કિલો સુધી થઈ ગયું છે.