• Gujarati News
  • Utility
  • Automobile
  • Lack Of Chips Won't Make Much Difference To The Company's Production, The Company Is Preparing Stock For The Festive Season

મહિન્દ્રાનું પ્લાનિંગ:ચિપની અછતથી કંપનીના પ્રોડક્શનને બહુ ફરક નહીં પડે, કંપની ફેસ્ટિવ સિઝન માટે સ્ટોક તૈયાર કરી રહી છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમિકન્ડક્ટર અને ચિપની અછતની અસર ફરી એકવાર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પર દેખાવા લાગી છે. સેમસંગ જેવી કંપનીએ તો એમ પણ કહ્યું કે તેનો સપ્લાય 70% સુધી ઘટાડાશે. તેમજ, ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ફરી એક વખત ચિપની અછતનો ભોગ બનશે. જો કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું છે કે તેની પર ચિપના અભાવની અસર નહીં થાય.

કંપનીએ કહ્યું કે ચિપની અછતને કારણે પ્રોડક્શન પર વધુ અસર થવાની સંભાવના નથી. પરંતુ એ વાત સાચી છે કે ચિપને કારણે ગ્લોબલ પ્રોડક્શન ખોરવાઈ શકે છે. કંપની ચીપસેટ વગરની ગાડીઓનું પ્રોડક્શન કરી રહી છે.

ચિપની અછતની અસર થશે પણ વધારે નહીં
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO અનિશ શાહે કહ્યું કે ચિપની અછત એ વિશ્વભરની કંપનીઓ માટે એક પડકાર છે. બધું ફરીથી ઠીક થવામાં મહિનાઓ લાગી શકે છે. ચિપની અછતને કારણે આગામી કેટલાક મહિનામાં ઉત્પાદનમાં વિક્ષેપ પડવાની અપેક્ષા અમને પણ છે. જો કે, એવું લાગતું નથી કે તેની બહુ અસર થશે.

ડિમાન્ડ અને સપ્લાયમાં તફાવત જોવા મળી શકે છે
કંપની આગામી દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ XUV 700 અને ન્યૂ સ્કોર્પિયો સાથે અન્ય વાહનો પણ લોન્ચ કરી શકે છે. તેમજ, કરન્ટ મોડેલની માગ પણ વધુ છે. આવી સ્થિતિમાં, માગની સરખામણીએ કંપની માટે સપ્લાય કરવો મુશ્કેલ પડકાર બની શકે છે. જો કે, કંપનીનું કહેવું છે કે તે સતત ચિપ સપ્લાયર્સ સાથે સંપર્કમાં રહે છે અને અછતના મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કરવામાં લાગેલી છે.

કોવિડે ટ્રેક્ટરની ડિમાન્ડ વધારી

  • એવું નથી કે મહિન્દ્રાની ગાડીઓની માગમાં જ વધારો થયો છે. પરંતુ અન્ય કંપનીઓની તુલનામાં ટ્રેક્ટરોના વેચાણમાં ભારે વધારો થયો છે. જ્યારે કોવિડ-19ની બીજી લહેરે દેશમાં અસર શરૂ કરી ત્યારે જૂનમાં ટ્રેકટરના વેચાણમાં વાર્ષિક ધોરણે 30%નો વધારો થયો. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ગામડાંઓમાં ટ્રેક્ટરની માગ ચાલુ રહી છે.
  • અનિશે કહ્યું કે હાલ ગામોમાં ટ્રેકટરની માગ ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં, કંપની આવી રહેલી ફેસ્ટિવ સિઝન માટે તૈયાર છે. તેઓ સ્ટોક તૈયાર રાખવાની યોજના બનાવી રહી છે. આ વખતે નવા મોડેલનાં લોન્ચિંગ સાથે દરેકના વેચાણમાં પણ ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે.

મહિન્દ્રાની ગાડીઓના ભાવ 1 જુલાઈથી વધ્યા
કોવિડ રોગચાળાને કારણે વાહનમાં વપરાતા કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આની અસર મહિન્દ્રાના ફોર વ્હીલર પર પણ પડી છે. કંપનીની ગાડીઓના ભાવ 3,356થી લઇને 92,000 સુધી વધ્યા છે. મહિન્દ્રાની સૌથી વધુ ડિમાન્ડવાળી ઓફ-રોડ SUVમાં સૌથી મોંઘી થારના ભાવ વધ્યા છે. અન્ય કંપનીઓની ગાડીઓની તુલનામાં પણ આ ગાડી સૌથી મોંઘી છે.

થારના ભાવ 32,000થી 92,000 રૂપિયા સુધી વધ્યા
મહિન્દ્રા થાર વિવિધ વેરિઅન્ટના આધારે 32,000થી 92,000 રૂપિયા સુધી મોંઘી થઈ છે. એટલે કે, કંપનીએ તેનાં લોન્ચિંગ પછી 2%થી 7% ભાવ વધારી દીધાં છે. થાર મહિન્દ્રાની લોકપ્રિય SUV બની ગઈ છે. તેની ડિલિવરીમાં 3 મહિનાથી વધુનો સમય લાગી રહ્યો છે. આ પછી પણ તેને 50,000થી વધુ બુકિંગ મળ્યાં છે. કંપની સતત તેનું પ્રોડક્શન વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સ્થિતિ સામાન્ય થઈ રહી નથી.

મહિન્દ્રાનું ન્યૂ 2021 મોડેલ
1 જુલાઈથી લગભગ તમામ મહિન્દ્રાની ગાડીઓ મોંઘી થઈ ગઈ છે. મહિન્દ્રા અલ્ટ્રુસ G4માં સૌથી ઓછો 3,356 રૂપિયાનો વધારો થયો છે. જો કે, તેની કિંમત લગભગ 29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. બીજીબાજુ, બોલેરો રૂ. 22,508, KUV 100 રૂ. 2,672, મરાઝો રૂ. 30,867, સ્કોર્પિયો રૂ. 3,395, XUV300 રૂ. 24,029, XUV 500 રૂ. 3,068 સુધી મોંઘી થઈ છે.