ન્યૂ લોન્ચ:KTMએ નવી RC 125 અને RC 200 બાઇક્સ લોન્ચ કરી, 13.7 લિટરની ફ્યુલ ટેંકથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત 1.82 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ બાઇક માટે આજે પણ પહેલાં KTMના બાઇક્સ યંગસ્ટર્સ વધુ પ્રિફર કરે છે. તેનાં બાઇક્સ અગ્રેસિવ લુકની સાથે પાવરફુલ એન્જિનનું કોમ્બિનેશન છે. તો તેની આ જ પેટર્નને જાળવી રાખતાં સ્પોર્ટ્સ રેસિંગ બાઇકનું વેચાણ કરતી KTM કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં RC સિરીઝની બે બાઇક લોન્ચ કરી છે. તેનાં મોડેલ 2022 KTM RC 125 અને 2022 KTM RC 200 છે. 2022 RC 125 બાઇકની એક્સ-શો રૂમ કિંમત 1.82 લાખ રૂપિયા અને 2022 KTM RC 200ની કિંમત 2.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી RC 125 બાઇક તેનાં જૂનાં મોડેલ કરતાં 2 હજાર રૂપિયા મોંઘી થઈ છે. KTM RC 390 આગામી દિવસોમાં ઇન્ડિયન માર્કેટમાં પણ લોન્ચ થઈ શકે છે.

બાઇકમાં મોટાં એરબોક્સ આપ્યાં છે, જે એન્જિનને વધુ રિસ્પોન્સિવ અને ટોર્કી બનાવે છે
બાઇકમાં મોટાં એરબોક્સ આપ્યાં છે, જે એન્જિનને વધુ રિસ્પોન્સિવ અને ટોર્કી બનાવે છે

એન્જિન ડિટેલ્સ
2022 KTM RC 200માં જૂનું 25.5bhp પાવરવાળું 199.5cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન મળશે. જો કે, કંપનીએ હવે તેમાં મોટાં એરબોક્સ આપ્યાં છે, જે એન્જિનને વધુ રિસ્પોન્સિવ અને ટોર્કી બનાવે છે. બીજીબાજુ, નવી RC 125માં 124.2cc સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઇક KTM RC8થી ઇન્સ્પાયર્ડ થયેલી છે.

બાઇકમાં 13.7 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે
બાઇકમાં 13.7 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે

KTM RC સિરીઝનાં ફીચર્સ

  • ડિઝાઇનની દૃષ્ટિએ 2022 KTM RC 200 તેનાં જૂનાં મોડેલ કરતાં તદ્દન અલગ છે. પરંતુ કંપનીએ તેની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવી RC 200 બાઇક પહેલાં કરતાં વધુ મસ્ક્યુલર અને મોટી જોવા મળી રહી છે. બાઇકમાં કંપની નવા LED હેડલેમ્પ સેટઅપ સાથે LCD ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ ઓફર કરી રહી છે. બાઇકમાં આપવામાં આવેલું આ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ મોટાભાગે ડ્યુક 250ના ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ જેવું જ લાગે છે. આ સાથે કંપનીએ ટર્ન ઇન્ડિકેટર્સને ફેરિંગ પર મૂક્યાં છે.
  • બાઇકમાં 13.7 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે. જૂનાં મોડલમાં મળેલી ફ્યુલ ટેંક 9.5 લિટરની હતી. નવી બાઇકમાં નવું WP Apex monoshock અને ફુલ્લી અડજસ્ટેબલ હેન્ડલબાર રાઇઝર આપવામાં આવ્યું છે. આ સિવાય, આ બાઇક્સમાં સુપરમોટો ABS સાથે 230mm રિઅર ડિસ્ક બ્રેક અને 320mm ફ્રંટ ડિસ્ક બ્રેક જોવા મળશે.
  • બીજીબાજુ, 2022 RC 125માં બબલ ટાઈપ વાઇઝર અને રિડિઝાઇન્ડ ફેરિંગ અને ફ્યુલ ટેંક જોવા મળશે. તેમાં કંપની 13.7 લિટરની ફ્યુઅલ ટેંક આપી રહી છે. આ બાઇક જૂનાં મોડેલની સરખામણીએ લગભગ 3.4kg હલકી છે.
અન્ય સમાચારો પણ છે...