ફર્સ્ટ લૂક / ઇટલીના મોટર શોમાં KTM 390 Adventure બાઇક રજૂ થઈ, અંદાજિત કિંમત ₹3 લાખ

KTM 390 Adventure bike presents in Italy's Motor Show

Divyabhaskar.com

Nov 09, 2019, 11:00 AM IST

ઓટો ડેસ્કઃ લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે KTM 390 Adventure બાઇક રજૂ થઈ ગઈ છે. કંપનીએ 390 Adventureને ઇટાલીના મિલાનમાં EICMAમાં રજૂ કરી છે. આ બાઇક ડિસેમ્બરમાં ઈન્ડિયા બાઇક વીકમાં લોન્ચના લગભગ એક મહિના પહેલા રજૂ કરવામાં આવી છે. 390 Adventure કેટીએમની એડવેન્ચર સેગમેન્ટની બાઇક છે અને ખાસ ઓફ-રોડિંગ માટે બનાવવામાં આવી છે. એક રીતે તે 390 Dukeનું ઓફ-રોડ વર્ઝન જ છે.

ફીચર્સ
આ બાઇકમાં પણ તમને 373cc સિંગલ સિલિન્ડર એન્જિન મળશે, જે 44bhp પાવર અને 37Nm ટોર્ક જનરેટ કરશે. ફ્રંટમાં આ બાઇકમાં 100/90-19 અને રીઅરમાં 130/80-17 ટાયર આપવામાં આવ્યાં છે. 390 નેકેડ સાથે આ બાઇકની સરખામણી કરવામાં આવે તો 390 એડવેન્ચરનું સ્ટિયરિંગ હેડ એન્ગલ અને ટ્રેલ અલગ જોવા મળે છે. આ સાથે જ તેનું વ્હીલબેઝ પણ લાંબુ છે. બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે. તેમજ, સીટની હાઇટ (855mm) થોડી ઉંચી છે. આ સિવાય એડવેન્ચરની ફ્યુઅલ ટેંક પણ મોટી છે. તેની કેપેસિટી 14.5 લિટર્સની છે.

કિંમત
390 Adventure બાઇકને કંપની ભારતમાં ત્રણ લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. જો આ બાઇક આ કિંમતે લોન્ચ થાય તો તેની કિંમત રાઇવલ કંપનીથી ઓછી રહેશે. કારણ કે, BMW G 310 GSની કિંમત 3.49 લાખ રૂપિયા છે. આ સાથે જ આ KTM 390 Adventure કંપનીની પ્રથમ BS6/Euro 5 model બાઇક હશે.

X
KTM 390 Adventure bike presents in Italy's Motor Show

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી