અપકમિંગ / KTM 390 Adventure બાઇક 6 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થઈ શકે છે, અંદાજિત કિંમત ₹3 લાખ

KTM 390 Adventure Bike launches in India on December 6, estimated cost 3 Lakh

Divyabhaskar.com

Oct 09, 2019, 11:26 AM IST

ઓટો ડેસ્કઃ KTM 390 Adventure બાઇકની ભારતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે આ બાઇક ભારતમાં આવતા વર્ષે લોન્ચ થશે. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ બાઇક આ વર્ષે જ ઈન્ડિયામાં લોન્ચ થઈ શકે છે. આ બાઇક ઈન્ડિયા બાઇક વીક (India Bike Week) દરમિયાન ભારતમાં આવી શકે છે. IBWનું આયોજન 6 ડિસેમ્બરે ગોવામાં કરવામાં આવશે.

એ પહેલાં આ બાઇક EICMA મોટરસાઇકલ શોમાં જોવા મળશે. EICMA શો આ જ વર્ષે નવેમ્બરમાં યોજવામાં આવશે. આ બાઇક એક ઓફરોડ બાઇક છે. આ બાઇકમાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે.

આ બાઇકની ટેસ્ટિંગ દરમિયાન અનેક તસવીરો લીક થઈ છે. લીક તસવીરોથી સ્પષ્ટ થઈ ગયું કે આ બાઇકની ડિઝાઇન KTM 790 Adventureથી પ્રેરિત છે. બાઇકમાં ઓલ LED હેડલેમ્પ, નાની વિન્ડશિલ્ડ, સ્લિક ફ્યુઅલ ટેંકઅને ટેલ સેગમેન્ટ સારું જોવા મળી રહ્યું છે. તેમાં સ્પ્લિટ સીટ્સ, રીઅર પાર્સલ રેક અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

KTMની આ એડવેન્ચર બાઇકમાં રાઇડ બાય વાયર થ્રોટલ સાથે LCD TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સ્માર્ટફોન કનેક્ટિવિટી મળશે. તેના ફ્રંટમાં અડજસ્ટેબલ USD ફોર્ક્સ અને રીઅરમાં પ્રિ-લોડ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

KTM 390 Adventure બાઇકમાં 390 ડ્યુકવાળું જ એન્જિન આપવામાં આવશે. જો કે, તેના પાવરમાં થોડો ફેરફાર કરવામાં આવશે. 390 ડ્યુઅલમાં 373.2ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 43.5 bhp પાવર અને 37 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચફીચર રહેલું છે. આ બાઇકની કિંમત 3 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.

X
KTM 390 Adventure Bike launches in India on December 6, estimated cost 3 Lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી