તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:KTM 250 એડવેન્ચર બ્લેક અને ઓરેન્જ કલરમાં ભારતમાં લોન્ચ થઈ, કિંમત 2.48 લાખ રૂપિયા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલ-ન્યૂ KTM 250 એડવેન્ચર એક ટ્રાવેલ એન્ડ્યુરો બાઇક છે
  • સામાન્ય રસ્તા સાથે કાદવ-કીચડવાળા રસ્તા પર પણ સરળતાથી ચલાવી શકાશે

રેસિંગ બાઇક બનાવનાર કંપની કેટીએમ (KTM)એ KTM 250 એડવેન્ચર બાઇક ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 2.48 લાખ રૂપિયા છે. તેને KTM 390 એડવેન્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. ઓલ-ન્યૂ KTM 250 એડવેન્ચર એક ટ્રાવેલ એન્ડ્યુરો બાઇક છે.

KTM 250 એડવેન્ચરનો લુક 390 એડવેન્ચર જેવો જ છે. બંને બાઇકનાં એન્જિન અને કલરમાં ફરક છે. KTM 250 એડવેન્ચર બ્લેક અને ઓરેન્જ કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

એન્જિન અને ફીચર્સ

  • બાઇકમાં 248cનું સિંગલ સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 30hp પર 9,000rpm પાવર અને 24Nm પર 7,500rpm જનરેટ કરે છે. એન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. બાઇકમાં 14.5 લિટરની કેપેસિટીની પેટ્રોલ ટાંકી છે.
  • બાઇકમાં GPS બ્રેકેટ, રેડિએટર પ્રોટેક્શન ગ્રિલ, ક્રેશ બંગ્સ, હેડલેમ્પ પ્રોટેક્શન અને હેન્ડલબાર પેડ્સ, બોશની ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) સામેલ છે. બાઇકમાં 320mની ફ્રંટ ડિસ્ક બ્રેક અને 230mની રિઅર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
  • એડવેન્ચર સિરીઝની આ બાઇક તમામ પ્રકારના માર્ગો પર દોડી શકે છે. એટલે કે, તમે તેને સામાન્ય રસ્તા સાથે કાદવ-કીચડવાળા રસ્તા પર પણ સરળતાથી ચલાવી શકશો.
  • ભારતીય ઓટો માર્કેટમાં KTM 250 એડવેન્ચર રોયલ એનફિલ્ડ હિમાલયને ટક્કર આપશે, જેની કિંમત 1.91થી 1.95 લાખ રૂપિયા છે. આ ઉપરાંત, BMW G 310 GSને પણ તે ટક્કર આપશે, જેની કિંમત 2.85 લાખ રૂપિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો