ન્યૂ લોન્ચ:KTM 250 એડવેન્ચર બાઇક લોન્ચ થઈ, ફક્ત 9 સેકંડમાં 100ની સ્પીડ પકડી લેતી આ બાઇકની કિંમત 2.35 લાખ રૂપિયા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ બાઇક માટે પોપ્યુલર એવી ઓટોમોબાઇલ કંપની KTM માર્કેટમાં એક નવી એડવેન્ચર બાઇક લઇને આવી છે. KTM ઇન્ડિયાએ KTM 250 એડવેન્ચર બાઇક લોન્ચ કરી છે. ઇન્ડિયન માર્કેટમાં આ એડવેન્ચર બાઇકની કિંમત 2 લાખ 35 હજાર રૂપિયા (એક્સ-શો રૂમ) છે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે, તમે તેને નજીકના KTM શો રૂમ પર જઈને બુક કરી શકો છો અને તેને દર મહિને 6,300 રૂપિયાના સ્પેશિયલ EMI ઓપ્શન સાથે ખરીદી શકો છો. KTM 250 એડવેન્ચર એ KTM 390 એડવેન્ચરના જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
KTM 250 એડવેન્ચરમાં 248-CC DOHC ફોર-વાલ્વ સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 30PS પાવર અને 24 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની મદદથી 9 સેકંડમાં 100ની સ્પીડ મળે છે. 2022 KTM 250 એડવેન્ચર બે નવા કલર ઓપ્શન સાથે આવે છે, જેમાં KTM ઈલેક્ટ્રોનિક ઓરેન્જ અને KTM ફેક્ટરી રેસિંગ બ્લુ સામેલ છે.

દિવસ દરમિયાન ચાલુ રહેતા શાર્પ લુકિંગ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે
દિવસ દરમિયાન ચાલુ રહેતા શાર્પ લુકિંગ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે

ફીચર્સ
2022 KTMમાં અર્ગનોમિક ડિઝાઇન આપવામાં આવી છે, જે લાંબી રાઇડ્સને સપોર્ટ કરે છે. તેમાં શાર્પ લુકિંગ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે, જે દિવસ દરમિયાન પણ ચાલુ રહે છે. હાઈ પર્ફોર્મિંગ બાઈકમાં 14.5 લિટર કેપેસિટીની ફ્યુ ટેંક આપવામાં આવી છે. તેમજ, બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે, સ્પ્લિટ સીટ, સ્કિડ પ્લેટ અને LED ટેલલાઇટ આપવામાં આવી છે.

ઓફ રોડિંગ માટે બેસ્ટ ઓપ્શન
બજાજ ઓટો લિમિટેડના પ્રેસિડન્ટ (પ્રોબિકીંગ) સુમિત નારંગે જણાવ્યું કે, 2022 KTM 250 એ એડવેન્ચર ટ્રાવેલ-એન્ડુરો બાઇક છે, જે સમગ્ર દેશમાં બાઇકર્સને આકર્ષશે. KTM 250 એડવેન્ચર બાઇક રોજ ચલાવવી હોય તો પણ અને ઓફ રોડિંગ માટે પણ બેસ્ટ એક્સપિરિયન્સ આપશે. લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ KTM 250 એડવેન્ચર ઇન્ડિયન માર્કેટમાં ઝડપથી વિકસતા એડવેન્ચર સેગમેન્ટમાં બેન્ચમાર્ક સેટ કરશે.

અન્ય સમાચારો પણ છે...