સ્કોડાએ ગુરુવારે ઇન્ડિયન માર્કેટમાં સ્કોડા રેપિડનું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. તેની પ્રારંભિક કિંમત 9.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ 25 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટથી તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો દેશના કોઈપણ સ્કોડા શોરૂમ પર જઇને તેને બુક કરાવી શકે છે. ફેસ્ટિવ સિઝન દરમિયાન લોન્ચ કરવામાં આવેલા રેપિડ ઓટોમેટિક વેરિઅન્ટથી કંપનીના વેચાણમાં વધારો થવાની ધારણા છે.
વેરિઅન્ટ પ્રમાણે કિંમત
વેરિઅન્ટ | મેન્યુઅલ | ઓટોમેટિક |
રેપિડ રાઇડર | 7.49 લાખ રૂપિયા | - |
રેપિડ રાઇડર પ્લસ | 7.99 લાખ રૂપિયા | 9.49 લાખ રૂપિયા |
રેપિડ એમ્બિશન | 9.99 લાખ રૂપિયા | 11.29 લાખ રૂપિયા |
રેપિડ ઓનિક્સ | 10.49 લાખ રૂપિયા | 11.49 લાખ રૂપિયા |
રેપિડ સ્ટાઇલ | 11.49 લાખ રૂપિયા | 12.99 લાખ રૂપિયા |
રેપિડ મોન્ટે કાર્લે | 11.79 લાખ રૂપિયા | 13.29 લાખ રૂપિયા |
હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ સિયાઝ સાથે ટક્કર થશે
સ્કોડા રેપિડ ઓટોમેટિકની એક્સ શો રૂમ કિંમત 9.49 લાખ રૂપિયા છે, જે તેનાં રેપિડ AT પ્લસ મોડેલની કિંમત છે, જે મોન્ટે કાર્લો AT મોડેલ માટે 13.29 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીનું કહેવું છે કે, તેની ડિલિવરી 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.
સ્કોડા રેપિડ લાંબા સમયથી ઇન્ડિયન માર્કેટમાં આવતી C-સિડેનમાંની એક છે. ભારતમાં તેની ટક્કર હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ સુઝુકી સિયાઝ જેવી સિડેન સાથે જોવા મળશે.
ઇન્ડિયન માર્કેટમાં આ ગાડીઓ સાથે ટક્કર થશે
મોડેલ | કિંમત |
રેપિડ 1.0 TSI AT | 9.49-13.29 લાખ રૂપિયા |
ફોક્સવેગન વેન્ટો 1.0 TSI AT | 12.99 લાખ રૂપિયા |
મારુતિ સુઝુકી સિયાઝ AT | 9.98-11.10 લાખ રૂપિયા |
હ્યુન્ડાઇ વર્ના CVT | 11.95-13.85 લાખ રૂપિયા |
હ્યુન્ડાઇ વર્ના DCT | 13.99 લાખ રૂપિયા |
ટોયોટા યારિસ CVT | 9.56-14.30 લાખ રૂપિયા |
હોન્ડા સિટી CVT | 12.20-14.45 લાખ રૂપિયા |
એન્જિન ડિટેલ્સ
રેપિડના BS6 વેરિઅન્ટમાં કંપનીએ 1.6 લિટર નેચરલી એસ્પિરેટેડ ફોર સિલિન્ડર MPI પેટ્રોલ અને 1.5 લિટરનું TDI ફોર સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન છે. પરંતુ સ્કોડાએ તેને 1.0 લિટરનું થ્રી-સિલિન્ડર TSI પેટ્રોલ એન્જિન સાથે રિપ્લે કરી દીધું છે. જે 5000-5200rpm પર 110PS મેક્સિમમ પાવર અને 1750-4000rpm પર 175Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેને નવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.
કંપનીનો દાવો છે કે, નવાં ઓટોમેટિક વેરિઅન્ટમાં 16.24kmplની એવરેજ મળશે. જૂનાં પેટ્રોલ-ઓટોમેટિક ટ્રિમ કરતાં આ લગભગ 2.60kmpl વધારે ફ્યુલ એફિશિયન્ટ છે. તેમાં 195 Kmphની ટોપ સ્પીડ મળશે. રેપિડ ઓટોમેટિકમાંક્રિસ્ટલાઇન LED, DRLs સિગ્નેચર સ્કોડા બટરફ્લાય બ્લેક ફ્રંટ ગ્રિલ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, 16 ઇંચ સિલ્વર એલોય વ્હીલ્સ, બોડી કલર બૂટ સ્પોઇલર, બ્લેક બી-પીલર અને ક્રોમ ગાર્નિશ્ડ વિંડો જેવાં એલિમેન્ટ્સ જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.