• Gujarati News
  • Utility
  • Automobile
  • Kia's Most Awaited 7 Seater Kia Karens Has Been Launched, 19 Variants Of Petrol diesel Will Come, Equipped With 8 Color Options, The Car Has A Starting Price Of Rs 8.99 Lakh.

ન્યૂ લોન્ચ:કિઆની મોસ્ટ અવેટેડ 7 સીટર કિઆ કારેન્સ લોન્ચ થઈ, પેટ્રોલ-ડીઝલનાં 19 વેરિઅન્ટ આવશે, 8 કલર ઓપ્શનથી સજ્જ આ કારનીપ્રારંભિક કિંમત 8.99 લાખ રૂપિયા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિઆ ઈન્ડિયાએ ભારતમાં તેની નવી મેડ ફોર ઈન્ડિયા કાર કિઆ કારેન્સ લોન્ચ કરી દાધી છે. આ 7 સીટર MPVની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 8.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને ટોપ વેરિઅન્ટની કિંમત 16.99 લાખ રૂપિયા છે. તમે તેને પેટ્રોલ અને ડીઝલના કુલ 19 વેરિઅન્ટમાં ખરીદી શકશો. તેનાં મોડેલ 5 ટ્રીમ, 3 એન્જિન અને 3 ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કારેન્સ શોકેસ કરવામાં આવી હતી.

કિઆ કારેન્સ 5 ટ્રીમ લેવલ પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લક્ઝરી અને લક્ઝરી પ્લસમાં ખરીદી શકાશે. તેમાં અલગ-અલગ ટ્રિમ્સમાં 6 અને 7 સીટર ઓપ્શન મળશે. 14 જાન્યુઆરી, 2022થી આ કારનું બુકિંગ શરૂ થયું હતું અને ત્યારથી લઇને માત્ર એક મહિનામાં 19,089 બુકિંગ મળી ચૂક્યાં છે.

કિઆ કારેન્સમાં 3 એન્જિન ઓપ્શન મળશે
કિઆ કારેન્સમાં 3 એન્જિન ઓપ્શન મળશે

કિઆ કારેન્સનાં તમામ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત

પ્રીમિયમપ્રેસ્ટિજપ્રેસ્ટિજ+લક્ઝરીલક્ઝરી+ 6Sલક્ઝરી+ 7S
1.5 પેટ્રોલ MT8.999.99----
1.4T પેટ્રોલ MT10.9911.9913.4914.9916.1916.19
1.4T પેટ્રોલ AT--14.59-16.9916.99
1.5 ડીઝલ MT10.9911.9913.4914.9916.1916.19
1.5 ડીઝલ AT----16.9916.99

કિઆ કારેન્સમાં 3 એન્જિન ઓપ્શન મળશે. તેમાં સ્માર્ટસ્ટ્રીમ 1.5 પેટ્રોલ, સ્માર્ટસ્ટ્રીમ 1.4 T-GDi પેટ્રોલ અને 1.5 CRDi VGT ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. આ એન્જિન 3 ટ્રાન્સમિશન 6MT, 7DCT અથવા 6AT સાથે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે કારેન્સનો પ્રતિ કિલોમીટર મેન્ટેનન્સ ખર્ચ 37 પૈસા છે. તેમજ, તેની એવરેજ 18.4 KM/L સુધી હશે.

કિઆ કારેન્સના વેરિઅન્ટની એવરેજ

  • G1.5 એન્જિનનાં 6MT ટ્રાન્સમિશનની એવરેજ 15.7 KM/L
  • G1.4T એન્જિનનાં 6MT ટ્રાન્સમિશનની એવરેજ 16.2 KM/L
  • G1.4T એન્જિનનાં 7DCT ટ્રાન્સમિશનની એવરેજ 16.5 KM/L
  • D1.5 એન્જિનનાં 6MT ટ્રાન્સમિશનની એવરેજ 21.3 KM/L
  • D1.5 એન્જિનનાં 6AT ટ્રાન્સમિશનની એવરેજ 18.4 KM/L

10 હાઇ-ટેક સેફ્ટી ફીચર્સ

કાર 6 એરબેગ્સ, ESC, VSM, HAC, DBC, ABS, BAS અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેકથી સજ્જ
કાર 6 એરબેગ્સ, ESC, VSM, HAC, DBC, ABS, BAS અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેકથી સજ્જ

કિઆ કારેન્સમાં 10 હાઇ ટેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 6 એરબેગ્સ, ESC, VSM, HAC, DBC, ABS, BAS અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ જેવાં ફીચર્સ સામેલ છે. તમામ 5 ટ્રીમ લેવલ્સમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે આ તમામ ફીચર્સ મળશે. તેથી, કિઆ કારેન્સ સૌથી સુરક્ષિત ગાડી મનાય છે.

કારેન્સમાં 8 સ્પીકર સાથે BOSE પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
કારેન્સમાં 8 સ્પીકર સાથે BOSE પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
  1. નેક્સ્ટ જનરેશન કિઆ કનેક્ટ સાથે 10.25-ઇંચ HD ટચસ્ક્રીન નેવિગેશન
  2. 8 સ્પીકર સાથે BOSE પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
  3. કેબિન સરાઉન્ડ 64 કલર એમ્બિયન્ટ મૂડ લાઇટિંગ
  4. વાયરસ અને બેક્ટેરિયા પ્રોટેક્શન સાથે સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર
  5. વેન્ટિલેટેડ ફ્રંટ સીટ
  6. મલ્ટી ડ્રાઇવ મોડ્સ (સ્પોર્ટ/ઇકો/નોર્મલ) એમ્બિયન્ટ મૂડ લાઇટિંગ સાથે જોડાયેલા છે
  7. સેકન્ડ રો સીટ 'વન ટચ ઇઝી ઇલેક્ટ્રિક ટમ્બલ'
  8. સ્કાય લાઇટ સનરૂફ

8 કલર ઓપ્શન મળશે
કિઆ કારેન્સમાં 3 નવા કલર્સ સાથે 8 કલર ઓપ્શન મળશે. નવા કલર્સમાં ઈમ્પિરિયલ બ્લુ, મોસ બ્રાઉન, સ્પાર્કલિંગ સિલ્વરનો સમાવેશ થાય છે. તેમજ, તમે તેને ઇન્ટેન્સ રેડ, અરોરા બ્લેક પર્લ, ગ્રેવિટી ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ પર્લ અને ક્લિયર વ્હાઇટમાં પણ ખરીદી શકશો.

અન્ય સમાચારો પણ છે...