લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે કિઆએ ભારતમાં તેની નવી સબ કોમ્પેક્ટ SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સોનેટને લોન્ચ કરી દીધી. ઓનલાઇન ઇવેન્ટમાં કંપનીએ સોનેટના ભાવની જાહેરાત કરી હતી. ભારતમાં સોનેટની એક્સ શોરૂમ કિંમત 6.71 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ તેનું બુકિંગ લેવાનું તો પહેલેથી જ શરૂ કરી દીધું હતું, જેના માટે ટોકન અમાઉન્ટ 25 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, પ્રિ-બુકિંગના પહેલા દિવસે જ 6 હજારથી વધુ ગ્રાહકોએ આ ગાડી બુક કરાવી હતી. તેમજ, તેને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યાં છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, આ ગાડી ભારતમાં બનશે અને 70થી વધુ દેશોમાં વેચવામાં આવશે. કિયઆએ દાવો કર્યો કે તેમાં 30થી વધુ એવાં ફીચર્સ છે જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે.
કંપનીનો દાવોઃ તેમાં બેસ્ટ ઇન સેગમેન્ટ એવરેજ
D1.5 CRDi WGT 6MT | 24.1kmpl |
D1.5 CRDi VGT 6AT | 19.0kmpl |
Smartstream G1.2 5MT | 18.4kmpl |
G1.0T-GDi 6iMT | 18.2kmpl |
કિઆ સોનેટનાં એડવાન્સ્ડ ફીચર્સ
પેટ્રોલ-ડીઝલ બંને એન્જિન ઓપ્શન મળશે
સોનેટમાં 1.2 લિટરનું ફોર સિલિન્ડર અને 1.0 લિટરનું GDi ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શન્સ મળશે. તેમજ, તેમાં 1.5 લિટરનું CRDi ડીઝલ એન્જિન પણ મળશે. એન્જિનને 6 સ્પીડમેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડી શકાય છે.
સોનેટને કુલ 10 કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં બેઝ ગોલ્ડ, ઇન્ટેલિજન્સ બ્લુ, ઓરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ, ગ્રેવિટી ગ્રે, સ્ટીલ સિલ્વર, ગ્લેશિયર વ્હાઇટ પર્લ, બેઝ ગોલ્ડ + ઓરોરા બ્લેક પર્લ, ગ્લેશિયર વ્હાઇટ પર્લ+ ઓરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ+ ઓરોરા બ્લેક પર્લ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.