• Gujarati News
  • Utility
  • Automobile
  • Kia Sonnet Anniversary Edition Launched, Equipped With Features Including Keyless Entry And Remote Engine Start Starting At ₹ 10.79 Lakh

ન્યૂ લોન્ચ:કિઆ સોનેટની એનિવર્સરી એડિશન લોન્ચ થઈ, કી-લેસ એન્ટ્રી અને રિમોટ એન્જિન સ્ટાર્ટ સહિતનાં ફીચર્સથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત ₹10.79 લાખ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિઆ મોટર્સે સેલ્ટોસ લોન્ચ કરીને ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી અને આ કંપનીએ બહુ ઓછા સમયમાં પોપ્યુલારિટી મેળવી લીધી છે. સેલ્ટોસ બાદ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી સોનેટ કારને પણ લોકોએ આવકારી છે. તો હવે કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં તેની લો બજેટ SUV કિઆ સોનેટની નવી એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ SUVને ભારતીય બજારમાં એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર રજૂ કરી છે. આ નવી એનિવર્સરી એડિશન SUV તેનાં મિડ-સ્પેક HTX વેરિઅન્ટ પર બેઝ્ડ છે. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિન કેપેસિટી ધરાવતી SUVની કિંમત 10.79 લાખથી 11.89 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન અને મેન્યુઅલ/ઓટોમેટિક ગિયરબોક્સ સાથે મળશે
પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન અને મેન્યુઅલ/ઓટોમેટિક ગિયરબોક્સ સાથે મળશે

કિઆ સોનેટની નવી સ્પેશિયલ એડિશન પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન અને મેન્યુઅલ/ઓટોમેટિક ગિયરબોક્સ સાથે મળશે. રેગ્યુલર મોડલની સરખામણીમાં કંપનીએ તેમાં કેટલાંક સ્પેશિયલ ફીચર્સ ઉમેર્યાં છે, જે તેને વધુ સારી બનાવે છે.

કિઆ સોનેટ પ્રાઇસ લિસ્ટ

પેટ્રોલ 1.0 T-GDi (iMT)10.79 લાખ રૂપિયા
પેટ્રોલ 1.0 T-GDi (DCT)11.49 લાખ રૂપિયા
ડીઝલ 1.5 CRDi WGT (MT)11.09 લાખ રૂપિયા
ડીઝલ 1.5 CRDi VGT (AT)11.89 લાખ રૂપિયા
કારમાં ઓટો LED હેડલેમ્પ્સ, સિંગલ પાન સનરૂફ, કી-લેસ એન્ટ્રી જેવાં ફીચર્સ મળશે
કારમાં ઓટો LED હેડલેમ્પ્સ, સિંગલ પાન સનરૂફ, કી-લેસ એન્ટ્રી જેવાં ફીચર્સ મળશે

ફીચર્સ

  • કંપનીએ આ SUVમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે, જેમાં આગળ અને પાછળના ભાગમાં સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. દરવાજા અને વ્હીલ સેન્ટર કેપ સાથે બમ્પર પર ટેન્જેરિન એક્સેન્ટ આપવામાં આવી છે. આ એનિવર્સરી એડિશનમાં નવી ડિઝાઇનની ગ્રિલ અને મેમરી સાઇન તરીકે એક બેજ આપવામાં આવ્યો છે.
  • આ કારમાં ઓટો LED હેડલેમ્પ્સ, સિંગલ પાન સનરૂફ, કી-લેસ એન્ટ્રી, રિમોટ એન્જિન સ્ટાર્ટ, 8.0 ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ આપવામાં આવી છે, જેને એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે કનેક્ટ કરી શકાય છે. અન્ય ફીચર્સમાં ડ્રાઇવિંગ મોડ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. જો કે, ટોપ સ્પેક્સની તુલનામાં તેમાં બોસ સાઉન્ડ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને એર પ્યુરિફાયર આપવામાં નથી આવ્યું.
  • સેફ્ટી ફીચર્સ તરીકે આ કારમાં ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), પાછળના પાર્કિંગ સેન્સર, કેમેરા, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ, ડ્યુઅલ એરબેગ્સ વગેરે સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે.
કાર બે એન્જિન ઓપ્શન 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડીઝલથી સજ્જ
કાર બે એન્જિન ઓપ્શન 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડીઝલથી સજ્જ

એન્જિન ડિટેલ્સ
કંપનીએ બે એન્જિન ઓપ્શન 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે સોનેટ એનિવર્સરી એડિશન રજૂ કરી છે. પેટ્રોલ એન્જિન 120hp પાવર અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, 1.5 લિટર ડીઝલ એન્જિન 100hp પાવર અને 240Nm ટોર્ક જનરેટ કરે છે. ટર્બો પેટ્રોલ એન્જિન 6 સ્પીડ iMT અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેમજ, ડીઝલ એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.

અન્ય સમાચારો પણ છે...