વેચાણ / કિઆ સેલ્ટોસનું રેકોર્ડ બ્રેક વેચાણ, 11 મહિનામાં 1 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:05 PM IST

દિલ્હી. કિઆ મોટર્સની ઇન્ડિયન માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી રહી છે. આ વાતનું અનુમાન એટલે લગાવી શકાય કે કંપની 1 લાખ કરતાં વધારે સેલ્ટોસ વેચી ચૂકી છે અને આ રેકોર્ડ તેણે માત્ર 11 મહિનામાં બનાવી લીધો છે. આ સાથે જ કિઆ મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં સૌથી ઝડપથી 1 લાખ ગાડીઓ વેચનારી કંપની બની ગઈ છે.

ઓગસ્ટ 2019માં લોન્ચ થઈ હતી
કિઆ મોટર્સની ભારતમાં પહેલી કાર સેલ્ટોસ હતી, જેને ઓગસ્ટ 2019માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. સેલ્ટોસને માર્કેટમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારબાદ કંપનીની બીજી કાર કાર્નિવલ MPV હતી, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપોમાં લોન્ચ થઈ હતી. કિઆ મોટર્સ ઇન્ડિયા અત્યાર સુધી 97,745 સેલ્ટોસ અને 3,164 કાર્નિવલના યૂનિટ વેચી ચૂકી છે.

કનેક્ટેડ ટેક્નોલોજીવાળી 50 હજાર ગાડીઓ વેચાઈ
કિઆની બંને ગાડીઓ એટલે કે સેલ્ટોસ અને કાર્નિવલ કંપનીની કનેક્ટેડ કાર ટેક્નોલોજી UVO સાથે આવે છે. કિઆએ જુલાઈ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે સેલ્ટોસની લોન્ચિંગના આશરે 10 મહિનાની અંદર 50 હજાર કરતાં વધારે કનેક્ટેડ ટેક્નોલોજીવાળી ગાડીઓ વેચી ચૂકી છે. ઇન્ડિયન માર્કેટમાં અન્ય ઘણી કંપનીઓની ગાડીઓ પણ કનેક્ટેડ ટેક્નોલોજી સાથે આવે છે. પરંતુ કિઆ ભારતમાં પહેલી અને એકમાત્ર એવી કંપની છે જેણે કનેક્ટેડ ટેક્નોલોજીવાળી 50 હજાર ગાડીઓ વેચવાનો આંકડો પાર કરી નાખ્યો છે.

કિઆની નાની SUV ટૂંક સમયમાં આવશે
કિઆ મોટર્સની ભારતમાં ત્રીજી કાર સોનેટ SUV છે. તેનું ગ્લોબલ ડેબ્યૂ 7 ઓગસ્ટે થશે, જ્યારે તેનું લોન્ચિંગ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી