વેચાણ / હ્યુન્ડાઈ ક્રેટાને પછાડીને કિઆ સેલ્ટોસ SUV સેગમેન્ટમાં નંબર-1 કાર બની, સપ્ટેમ્બરમાં 7,754 યૂનિટ્સ વેચાયાં

Kia seltos beat Hyundai Creta and became No. 1 car in SUV segment

Divyabhaskar.com

Oct 07, 2019, 03:40 PM IST

ઓટો ડેસ્કઃ સાઉથ કોરિયાની કાર નિર્માતા કંપની કિઆ મોટર્સે ઓગસ્ટમાં સેલ્ટોસ SUV ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. આ મિડ સાઇઝ SUVને માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. લોન્ચ થયા પહેલાં જ કંપનીને 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા હતાં. લોન્ચ કર્યા પછી આ SUVનો અત્યારે લાંબો વેઇટિંગ પિરિઅડ ચાલી રહ્યો છે. આટલું જ નહીં, કિઆ સેલ્ટોસે મિડ-સાઇઝ SUV સેગમેન્ટની સૌથી લોકપ્રિય કાર હ્યુન્ડાઇ ક્રેટાને પાછળ છોડી દીધી છે.

સેલ્ટોસ લોન્ચ થયા પછી તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાયેલી SUV છે. સપ્ટેમ્બરમાં, કિઆ મોટર્સે સેલ્ટોસના 7,754 યૂનિટ્સનું વેચાણ કર્યું છે. આટલું જ નહીં, સપ્ટેમ્બરમાં ક્રેટા અને સેલ્ટોસના વેચાણ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. હ્યુન્ડાઇએ સપ્ટેમ્બરમાં 6,641 ક્રેટા વેચી હતી. પરિણામે, સેલ્ટોસનું વેચાણ ક્રેટા કરતા લગભગ 1,100 યૂનિટ્સ વધુ રહ્યું. તેમજ, ઓગસ્ટ મહિનામાં ક્રેટાની સરખામણીએ સેલ્ટોસનું વેચાણ આશરે 200 યૂનિટ વધારે હતું.

બીજીબાજુ, નવી લોન્ચ થયેલી SUVમાં પણ સેલ્ટોસ સૌથી વધુ વેચાનારી કાર છે. સપ્ટેમ્બરમાં MG હેક્ટરનાં 2,608 યૂનિટ્સ વેચાયાં હતાં અને ટાટાએ હેરિયરનાં 941 યૂનિટ્સ વેચ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં હેરિયર લોન્ચ થઈ હતી. બીજીબાજુ મહિન્દ્રાની લોકપ્રિય SUV XUV500નું વેચાણ સપ્ટેમ્બરમાં માત્ર 1,120 યુનિટ્સ રહ્યું, જ્યારે જીપ કંપાસ ફક્ત 603 યૂનિટ્સ જ વેચાઈ.

X
Kia seltos beat Hyundai Creta and became No. 1 car in SUV segment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી