વેચાણ / કિઆ સેલ્ટોસ અને એમજી હેક્ટરે ઓટો સેક્ટરમાં મંદી હોવા છતાં ભારતમાં સફળતા મેળવી, વેચાણ મામલે દેશની ટોપ-5 કંપનીમાં સામેલ

Kia seltos and MG Hector succeeded in India despite slowdown in auto sector

Divyabhaskar.com

Nov 06, 2019, 11:47 AM IST

ઓટો ડેસ્કઃ ભારત સહિત વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થા હાલ મંદીના દોરમાંથી પસાર થઈ રહી છે. જેના મુખ્ય પરિબળોમાં ઓટો સેક્ટરની સુસ્તી પણ સામેલ છે. ભારતમાં તમામ દેશ-વિદેશની કાર મેન્યુફેક્ચરર્સનાં વેચાણો છેલ્લા નવ મહિનાથી ઘટી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિમાં બે ઓટો કંપની ભારતીય માર્કેટમાં બમ્પર સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કિઆની સેલ્ટોસ અને એમજી હેક્ટર સામેલ છે. લોન્ચિંગ પહેલાં અનેક નિષ્ણાતોએ કિઆ સેલ્ટોસ અને એમજી હેક્ટરને સારા સમય માટે રાહ જોવાની ભલામણ કરી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પૂર્વ યોજનાઓ પર કાયમ રહી નિષ્ણાતોને ખોટા ઠેરવ્યા છે.

કિઆ સેલ્ટોસે સફળતાના જોર પર ભારતની ટોચની કાર કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઝડપી ગ્રોથ સાથે વેચાણ મામલે ભારતમાં પાંચમો ક્રમ મેળવ્યો છે. હોન્ડા અને ટોયોટાને પાછળ પાડી છે. ઓક્ટોબર માસમાં કિઆએ 12,800 કાર વેચી હતી. બુકિંગના આંકડા 50 હજારને પાર કરી ગયા છે. સેલ્ટોસ વર્ષ 2020 માટે વર્લ્ડ કાર ઓફ ધ યર માટે નોમિટનેટ થઈ છે. ધનતેરસ પર કિઆએ 2100 કારની ડિલિવરી કરી છે.

દેશની પ્રથમ ઈન્ટરનેટ કાર રૂપે બ્રાન્ડ બનેલી એમજી હેક્ટર પણ જૂનમાં લોન્ચિંગ પહેલાં ચાર મહિનાના વેઇટિંગ પિરિઅડમાં 10 હજાર બુકિંગ નોંધાયા હતા. જેનો આંકડો 21,000ને પાર થયો છે. થોડા સમય માટે તેનુ બુકિંગ પણ બંધ કરવુ પડ્યુ હતું. જે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ધનતેરસ પર 700 એમજી હેક્ટરની ડિલિવરી થઈ છે.

BS-6 કાર અને પ્રતિસ્પર્ધી કિંમતનો લાભ થયો
નિષ્ણાતો આ બંને કારની સફળતાનો શ્રેય BS-6 અને હરીફ ભાવોને આપી રહ્યા છે. કિઆ સેલ્ટોસના તમામ વેરિયન્ટ BS-6 નિયમો અનુસાર છે. એપ્રિલ, 2020થી BS-6 કારનું રજિસ્ટ્રેશન થવાની જોગવાઈ છે. તેમ છતાં અનેક નિર્માતાઓ BS-4નો સ્ટોક પૂરો કરવા પ્રયાસો કરી રહ્યા છે. કિઆ અને એમજીને તેનો લાભ મળ્યો છે. બીજું કારણ આ બંને કાર એસયુવી છે. ભારતમાં એસયુવીની માગ વધી રહી છે. બંને કંપનીઓએ કારના ભાવ પણ હરીફ કંપનીઓને ટક્કર આપે એવા રાખ્યા છે. કિઆ સેલ્ટોસ રૂ. 9.6થી 16 લાખ અને એમજી હેક્ટર રૂ. 13-16.8 લાખની છે.

X
Kia seltos and MG Hector succeeded in India despite slowdown in auto sector

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી