BEVનો પ્લાન:કિઆ મોટર્સ આગામી 7 વર્ષમાં 7 ઇલેક્ટ્રિક વહીકલ લાવશે, 2021માં પહેલી કાર CV આવી શકે છે

2 વર્ષ પહેલા
  • કંપની 2029 સુધીમાં વિશ્વભરમાં તેના કુલ વેચાણના 25% ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાંથી કમાશે
  • કિઆ મોટર્સ વિશ્વભરમાં EV ચાર્જિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરશે

સાઉથ કોરિયન કાર કંપની કિઆ મોટર્સે દેશ અને દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે. હવે તે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે પણ તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, કિઆ મોટર્સે તેની ગ્લોબલ EV સ્ટ્રેટેજીની જાહેરાત કરી છે. તે વર્ષ 2027 સુધીમાં 7 નવાં BEV (બેટરી ઇલેક્ટ્રિક વાહનો) લોન્ચ કરશે. એટલે કે, દર વર્ષે કંપની નવી EV લાવશે.

આ 7 BEVમાંથી પહેલી કારનું કોડનેમ CV હોવાનું કહેવાય છે, જેને વર્ષ 2021માં લોન્ચ કરી શકાય છે. આ કાર બેસ્ટ ક્વોલિટી ડ્રાઇવિંગ અને રિચાર્જિંગ વગેરે જેવાં અનેક ફીચર્સથી સજ્જ હશે. કિઆ મોટર્સના પ્રેસિડન્ટ અને CEO હો સુંગ સાંગે જણાવ્યું કે, કંપની વર્ષ 2029 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો દ્વારા તેના કુલ વેચાણમાંથી 25% કમાણી કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે દક્ષિણ કોરિયાના હવાસુંગ પ્લાન્ટમાં EV યોજનાની ઘોષણા કરી.

ઘણી કંપનીઓ સાથે ભાગીદારી કરશે
કિઆએ EVની ઝડપથી વિકસતી વૈશ્વિક ગ્રાહક માગને ધ્યાનમાં રાખીને EV માર્કેટમાં અગ્રણી બનવાની યોજના બનાવી છે. કિઆ મોટર્સ વિશ્વભરમાં BEVsની મોટી રેન્જ લોન્ચ કરશે. તેમજ, સાથે વિશ્વભરમાં EV ચાર્જિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરશે, જેનાથી EV સેક્ટરમાં અગ્રણી બ્રાન્ડ બનવાના લક્ષ્યાંકને પહોંચી વળાય.

2021માં પહેલું મોડેલ રજૂ થશે
​​​​​​​કિઆના પ્લાન S વ્યૂહરચનામાં વર્ષ 2025 સુધીમાં તેના ઇલેક્ટ્રિક કાર પોર્ટફોલિયોનું વિસ્તરણ સામેલ છે. કંપનીનું લક્ષ્ય છે કે કોરીયા સહિત ઉત્તર અમેરિકા અને યુરોપમાં તેના મુખ્ય વાહનોના કુલ વેચાણના 20% EVS બનાવવાનું છે. 7 મોડેલ્સમાંથી પહેલું કિઆ CV 2021માં રજૂ થવાનું છે, જેને BEV પ્લેટફોર્મ પર બેઝ્ડ બ્રાંડની પહેલી ઇલેક્ટ્રિક કાર તરીકે રજૂ કરવામાં આવશે.