તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:કિઆએ EV6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી, ફુલ ચાર્જ થયા પછી કાર 510 કિમી સુધીનું અંતર કાપી શકશે

4 મહિનો પહેલા

કોરિયાની ઓટોમોબાઇલ કંપની કિઆ કોર્પોરેશને તેની ઇલેક્ટ્રિક કાર EV6 લોન્ચ કરી દીધી છે. આ કારનું વેચાણ હજી શરૂ નથી થયું. પરંતુ આ કારના 7,000થી વધુ બુકિંગ થઈ ચૂક્યાં છે. જે રીતે અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં કામ કરી રહી છે તેને ધ્યાનમાં રાખીને કંપની આ કારનું પ્રોડક્શન ઓક્ટોબર સુધીમાં શરૂ કરવાનું વિચારી રહી છે. તેના બે મહિનાની અંદર જ આ કારની ડિલિવરી શરૂ કરી દેવામાં આવશે.

કંપની આ કારનું પ્રોડક્શન ઓક્ટોબર સુધીમાં શરૂ કરશે
કંપની આ કારનું પ્રોડક્શન ઓક્ટોબર સુધીમાં શરૂ કરશે

કંપનીએ આ કારની ડિઝાઇન અને બોડીને તો પ્રીમિયમ લુક આપ્યો જ છે પણ સાથે આ કાર પાવરફુલ પાવર અને ફીચર્સથી પણ સજ્જ છે. કિઆ EV6માં 77.4KWHની યુઝેબલ બેટરી આપવામાં આવી છે. તેની સાથે 800 વોલ્ટની ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

કાર માત્ર 4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધીનું અંતર કાપી શકશે
કાર માત્ર 4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધીનું અંતર કાપી શકશે

4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી અંતર કાપશે
કિઆ EV6ની બેટરી ક્વોલિટીને લઇને કંપનીનો દાવો છે કે, આ બેટરી ફક્ત 18 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, આ કાર માત્ર 4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેમાં કલાક દીઠ 260 કિમીની ટોપ સ્પીડ મળશે. આ કારને લઇને કંપનીનો સૌથી મોટો દાવો એ છે કે, આ કાર એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ 510 કિમીની લાંબી રેન્જ આપશે. તેમાં આ કાર માત્ર 3.5 સેકંડમાં કલાક દીઠ 100 કિમીની સ્પીડ પકડી શકે છે.

ભારતમાં લોન્ચ થયા બાદ BMWની અપકમિંગ ઇલેક્ટ્રિક કારને ટક્કર આપશે
ભારતમાં લોન્ચ થયા બાદ BMWની અપકમિંગ ઇલેક્ટ્રિક કારને ટક્કર આપશે

યુરોપ અને અમેરિકા માટે લોન્ચ કરવામાં આવી
કિઆ EV6નાં ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 4,680mm અને પહોળાઈ 1,880mm રાખવામાં આવી છે. ઊંચાઈની વાત કરીએ તો તેને 1,550mm ઊંચાઈ આપવામાં આવી છે. કિઆએ તેની આ ઇલેક્ટ્રિક કારને એક મિડ લેવલ SUV તરીકે લોન્ચ કરી છે. જેને અત્યારે માત્ર યુરોપ અને અમેરિકા માટે લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત શું હશે તે વિશે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી. પરંતુ ભારતમાં લોન્ચ થયા બાદ આ કારનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જોયા બાદ આ કાર BMWની અપકમિંગ ઇલેક્ટ્રિક કારને ટક્કર આપશે એવી ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...