ન્યૂ લોન્ચ:કિઆ સેલ્ટોસ X-Line લોન્ચ થઈ, એક્સક્લુઝિવ મેટ ગ્રેફાઇટ કલર ઓપ્શનથી સજ્જ SUVની પ્રારંભિક કિંમત 17.79 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કિઆ મોટર્સે તેની ફર્સ્ટ કાર સેલ્ટોસ સાથે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ કિઆ સોનેટ અને કિઆ કાર્નિવલ પણ આવી. પરંતુ કંપનીએ સેલ્ટોસથી જ માર્કેટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી દીધી હતી. હવે કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં તેની પોપ્યુલર મિડસાઇઝ SUV સેલ્ટોસનું નવું વેરિઅન્ટ X-Line લોન્ચ કરી દીધું છે. આ સેલ્ટોસનું ટોપ વેરિએન્ટ પણ છે. આ SUVની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 17.79 લાખ રૂપિયા છે. નવું વેરિઅન્ટ ટોપ સ્પેક્સ મોડલ GT લાઇન પર જ બેઝ્ડ છે. જો કે, તેનાં ઇન્ટિરિયરમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે.

નવું મોડેલ બે ટ્રીમમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે પેટ્રોલ 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) અને ડીઝલ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) સાથે આવે છે. આ મોડેલ ઇન્ડિયન માર્કેટમાં હ્યુન્ડાઇ ક્રેટા, સ્કોડા કુશાક, નિસાન કિક્સ અને ટાટા હેરિયરને ટક્કર આપી શકે છે.

કિઆ સેલ્ટોસ X-Lineનાં વેરિઅન્ટ પ્રમાણે ભાવ

વેરિઅન્ટકિંમત (એક્સ-શો રૂમ)
X-લાઇન પેટ્રોલ 7DCT17.79 લાખ રૂપિયા
X-લાઇન ડીઝલ 6AT18.1 લાખ રૂપિયા
કારની સીટ ટેક-લાઇન જેવી છે અને તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
કારની સીટ ટેક-લાઇન જેવી છે અને તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

એન્જિન ડિટેલ્સ
આ વેરિઅન્ટ બે એન્જિન ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમાં 1.4 લિટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 138bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, 1.5 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 113bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન અને ડીઝલ એન્જિન 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ સાથે આવે છે.

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • સેલ્ટોસ X-Lineને એક્સક્લુઝિવ મેટ ગ્રેફાઇટ કલર ઓપ્શન અને 'X' બેજ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. સેગમેન્ટમાં પહેલીવાર 18-ઇંચના ક્રિસ્ટલ કટ મેટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. પિયાનો બ્લેક આઉટલાઇન સાથે રેડિયેટર મેટ ગ્રેફાઇટ ગ્રિલ, બ્લેક એક્સેન્ટ સાથે ફોગ લેમ્પ્સ, પિયાનો બ્લેક સ્કિડ પ્લેટ્સ આ SUVને વધુ ખાસ બનાવે છે. તેના ટેલગેટ, ORVM's અને શાર્ક ફિન એન્ટિનાને પણ પિયાનો બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે.
  • ઇન્ટિરિયર થોડું ઘણું જૂનાં મોડેલ જેવું જ છે. તેમાં લેધર અપહોલસ્ટ્રીને બ્લુ શેડ આપવામાં આવ્યો છે, કંપનીએ તેને ઈન્ડિયો પેરા નામ આપ્યું છે. આ સિવાય, તેની સીટ ટેક-લાઇન જેવી જ છે. આ SUVમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે આવે છે.
  • તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 360 ડિગ્રી કેમેરા, એમ્બિયન્ટ લાઇટિંગ, યુરો કનેક્ટિવિટી સાથે ઇન્ટિગ્રેટેડ એર પ્યુરિફાયર મળશે. ગાડીમાં 8 સ્પીકર પ્રીમિયમ બોસ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. સેફ્ટી માટે નવી X-Lineમાં 6 એરબેગ્સ, EBD અને ASP (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ) સાથે ABS, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, બ્રેક આસિસ્ટ, ફ્રંટ પાર્કિંગ સેન્સર, રોડ ગ્રીપ કંટ્રોલ અને અન્ય ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...