કિઆ સેલ્ટોસે ભારતમાં સફળતા બાદ કિઆ સેલ્ટોસે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં પણ તેની ગાડીઓ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું. આવી સ્થિતિમાં, સાઉથ કોરિયન ઓટોમોબાઇલ કંપની કિઆએ હાલમાં જ અમેરિકામાં તેની કોમ્પેક્ટ SUV કિઆ સેલ્ટોસની સ્પેશિયલ એડિશન કિઆ સેલ્ટોસ Nightfall લોન્ચ કરી છે. ત્યારબાદ કંપનીને હવે અપેક્ષા છે કે કિઆ અમેરિકા સાથે ભારતમાં પણ સારું પ્રદર્શન કરશે.
કંપનીએ ન્યૂ એડિશનમાં ફેરફાર કર્યા
કિઆએ આ કોમ્પેક્ટ SUVમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. જેમાં કંપનીએ બ્લેક કલરની ગ્રિલ, સાઇડ સીલ્સ અને સ્ટેન્ડ અપ રૂફ રેલ આપી છે. આ સાથે કંપનીએ 18 ઇંચની મેટ બ્લેક મેટલના વ્હીલ્સ બનાવ્યાં છે.
સ્પેશિયલ એડિશનનાં ફીચર્સ
તેમજ, આ SUVમાં અડજસ્ટેબલ સ્ટિયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ સિસ્ટમ, પાવર વિંડોઝ સાથે વેન્ટિલેટર લેધર સીટ આપવામાં આવી છે. આ સાથે જ આ આ SUVમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે પણ મળશે.
એન્જિન ડિટેલ્સ
કિઆએ આ SUVમાં બે એન્જિન ઓપ્શન આપ્યા છે. પહેલું 2.0 લિટરનું નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 146bhp પાવર અને 179Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેમાં CVT ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. આ સાથે, બીજા વિકલ્પમાં તમને 1.6 લિટર ટર્બો GDI એન્જિન મળશે, જે 175hp પાવર અને 264Nm ટોર્ક જનરેટ કરે છે. આની સાથે તમને 7 સ્પીડ DCT ગિયરબોક્સ મળશે.
કિંમત
આ કિઆ SUVના બેઝ LXAWD ટ્રીમની કિંમત 22,490 યુએસ ડોલર છે, જે આશરે 16 લાખ 28 હજાર રૂપિયા થાય છે. તેમજ, તેના ટોપ ટ્રીમની કિંમત 26,690 અમેરિકન ડોલર છે, જે લગભગ 19 લાખ 30 હજાર રૂપિયા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.