બુકિંગ / લોન્ચ પહેલાં જ કિઆ કાર્નિવલ સુપરહિટ થઈ, પહેલાં જ દિવસે 1,410 યૂનિટ્સ બુક થયાં

Kia Carnival Superheat Before Launch, 1,410 Units Booked on the first day

Divyabhaskar.com

Jan 24, 2020, 11:46 AM IST

ઓટો ડેસ્કઃ સાઉથ કોરિયન ઓટો મેકર કિઆની નવી કાર કિઆ કાર્નિવલને ભારતમાં શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. કંપનીનો દાવો છે કે, એક જ દિવસમાં કિઆ કાર્નિવલનું 1,410 યૂનિટ્સનું બુકિંગ થઈ ગયું છે. કિઆની આ MPV (મલ્ટિ-પર્પઝ વ્હીકલ) ભારતમાં 265 ટચપોઇન્ટ્સ પર અવેલેબલ છે. આ કારનું બુકિંગ કરાવવા 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરાવવાનું હોય છે. કિઆ સેલ્ટોસ પછી ભારતમાં આ કંપનીની બીજી કાર છે.

ટોપ વેરિઅન્ટનું સૌથી વધારે બુકિંગ
કંપનીએ તેના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, આ કારના ટોપ વેરિઅન્ટ Limousine ટ્રિમની સૌથી વધારે બુકિંગ થયું છે. અત્યાર સુધી કુલ બુકિંગમાં 64% બુકિંગ કારના ટોપ સ્પેક વેરિઅન્ટનું થયું છે.

અંદાજિત કિંમત
કિઆ કાર્નિવલની કિંમત 24-30 લાખ રૂપિયા વચ્ચે હશે. માર્કેટમાં તેની સીધી ટક્કર ટોયોટા ઇનોવા સાથે થશે. જો કે, આ ઇનોવાનું પ્રીમિયમ ઓપ્શન હશે.

ફીચર્સ
કિઆ કાનર્નિવલમાં બીજી રો માટે પાવર સ્લાઇડિંગ ડોર્સ આપવામાં આવ્યા છે. જેના કારણે આ થોડી-થોડી મિની વેન જેવી લાગે છે. તેના ફ્રંટમાં કિઆની સિગ્નેચર ગ્રિલ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાનારી કાર્નિવલનો લુક એદમ પ્રીમિયમ છે. ઇન્ડિયન માર્કેટમાં આવનારી કાર્નિવલની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર જોવા મળશે.

X
Kia Carnival Superheat Before Launch, 1,410 Units Booked on the first day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી