ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર હોન્ડા એક્ટિવા એક ચોકકસ સમયનાં અંતરે જનરેશનલ અપડેટ્સ અને નવા-નવા ફીચર્સ સાથે માર્કેટમાં આવતું રહે છે અને સાથે જ સ્પેશિયલ એડિશન પણ અમુક સમયનાં અંતરે લોન્ચ થતા રહે છે. આજે હોન્ડાએ ‘એક્ટિવા સ્માર્ટ’ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. અદ્યતન સુરક્ષા પ્રણાલીને દર્શાવતું એક્ટિવાનું આ નવું વેરિઅન્ટ એવા લોકો માટે સૌથી યોગ્ય છે કે, જેમના વાહનની ચોરી થવાનું જોખમ વધારે છે. જે લોકો ખુલ્લા પાર્કિંગમાં અથવા શેરીઓમાં પોતાનું વાહન પાર્ક કરે છે, તેઓ એક્ટિવા સ્માર્ટ વેરિઅન્ટથી ચોરીનાં જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
એક્ટિવાનાં સ્માર્ટ કી ફંક્શન્સ એવા જ છે કે, જે આપણે આ દિવસોમાં કારમાં જોઈએ છીએ. સ્માર્ટ કીની મદદથી તમે સ્કૂટરને અનલોક કરી શકો છો, સ્કૂટર સ્ટાર્ટ કરી શકો છો, બૂટ સ્પેસનો ઉપયોગ કરી શકો છો, ફ્યૂઅલનું ઢાંકણ ખોલી શકો છો તે પણ તમારા ખિસ્સામાંથી ચાવી કાઢ્યા વિના. તેમાં ઓટો-લોક ફંક્શન પણ છે. એકવાર સ્માર્ટ-કી રેન્જથી દૂર થઈ જાય પછી એક્ટિવા સ્માર્ટ પોતાને લોક કરી દેશે. સ્માર્ટ-કી એક્ટિવા વેરિઅન્ટમાં નવા એલોય વ્હીલ્સ અને નવા કલર ઓપ્શન પણ મળે છે.
કંપનીએ આ એક્ટિવાને ભારતીય બજારમાં ત્રણ વેરિએન્ટ અને 6 કલર ઓપ્શન સાથે લોન્ચ કરી છે. એક્ટિવાનાં સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત 74,536 રૂપિયા (એક્સ-શોરૂમ), ડિલક્સ વેરિઅન્ટની કિંમત 77,036 રૂપિયા અને એલોય વ્હીલ વેરિઅન્ટવાળા સ્માર્ટ-કી વેરિઅન્ટની કિંમત 80,537 રૂપિયા છે. તમને તેમાં ડીસેન્ટ બ્લૂ, રિબેલ રેડ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, બ્લેક, પર્લ પ્રેશિયસ વ્હાઈટ અને પર્લ સાયરન બ્લૂ રંગના ઓપ્શન જોવા મળે છે. તે TVS જ્યુપિટર અને Hero મેસ્ટ્રો સાથે સ્પર્ધા કરે છે.
આ ફીચર્સ ઉપરાંત તે એક્ટિવાની ઓવરઓલ સિક્યોરિટીમાં સુધારો કરે છે. વાહનની ચોરી એ વૈશ્વિક ઘટના છે અને તે કોઈ વિશિષ્ટ ભૂગોળ સુધી મર્યાદિત નથી. તે ફક્ત ચોરીઓની સંખ્યા છે કે, જે દરેક ક્ષેત્રમાં બદલાય છે. હોન્ડાની બાઇક્સ વિશ્વભરમાં લોકપ્રિય છે, જે તેમને વાહન ચોરો માટે પસંદગીનાં લક્ષ્યોમાંનું એક બનાવે છે. CBR650R, CB650R અને CRF1100L આફ્રિકા Twin જેવી પ્રીમિયમ બાઇક્સ માટે હોન્ડા પહેલેથી જ હોન્ડા ઇગ્નિશન સિક્યોરિટી સિસ્ટમ (HISS) નામનું એડવાન્સ સિક્યોરિટી પ્લેટફોર્મ ધરાવે છે ત્યારે H-સ્માર્ટ HISSનું લો-કોસ્ટ વર્ઝન છે, જેને હોન્ડાનાં એન્ટ્રી લેવલ ટુ-વ્હીલર્સ માટે ખાસ ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
હોન્ડા એક્ટિવા | જાન્યુ-2023ની કિંમતો | જૂની કિંમતો | કિંમતમાં ફેરફાર | વધારો (%) |
એક્ટિવા 6G સ્ટાન્ડર્ડ | 74,536 | 73,359 | 1,177 | 1.6 |
એક્ટિવા 6G ડિલક્ષ | 77,036 | 75,859 | 1,177 | 1.55 |
એક્ટિવા સ્માર્ટ-કી | 80,537 | - | - | - |
H-સ્માર્ટને તોડવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે, તે લોકને ખોલવા માટે સંપર્ક-આધારિત મિકેનિઝમનો ઉપયોગ કરે છે. તે પ્રમાણભૂત રિમોટ કી-લેસ સિસ્ટમથી અલગ છે, જે લોક અને અનલોક જેવા ફીચર્સ માટે રેડિયો સિગ્નલનો ઉપયોગ કરે છે. રેડિયો સિગ્નલોથી સુરક્ષિત હોવા છતાં અદ્યતન સ્કેનિંગ ડિવાઈસીસ દ્વારા તેને તોડી શકાય છે. હોન્ડાની H-સ્માર્ટ કોડને મેચ કરવા માટે કોન્ટેક્ટ-બેઝ્ડ મિકેનિઝમનો ઉપયોગ કરતી હોવાથી રિયલ ટાઇમમાં કોપી કરવી કે તેની નકલ કરવી મુશ્કેલ છે.
H-સ્માર્ટ યૂઝર્સ માટે વસ્તુઓને સરળ બનાવે છે. સ્કૂટરમાંથી ચાવી કાઢવામાં આવે કે, તરત જ તે ઓટોમેટિક એક્ટિવેટ થઇ જાય છે. અલબત્ત, હેન્ડલ લોક હજી એક્ટિવ જ રહે છે, જે સુરક્ષાનાં પ્રથમ સ્તર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
સ્માર્ટ કીનાં ફીચર્સ :
સ્માર્ટ સેફ (એન્ટિ થેફ્ટ સિસ્ટમ): સ્કૂટરને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટ-કીને નિયંત્રિત કરી શકાય છે. જ્યારે સ્માર્ટ-કી વાહનની 2 મીટરની રેન્જમાં આવશે ત્યારે સ્માર્ટ-કી અનલોક થઈ જશે અને જ્યારે આ રેન્જથી સ્માર્ટ કી દૂર થઈ જશે ત્યારે બાઈક આપોઆપ લોક થઈ જશે.
સ્માર્ટ ફાઇન્ડઃ ભીડભાડવાળા વિસ્તારમાં અથવા પાર્કિંગ લોટમાં સ્કૂટર શોધવા માટે, જ્યારે તમે જવાબ પાછળનું બટન દબાવો છો ત્યારે ચાર સૂચકાંકો ઝબૂકશે. આ ફીચર બાઈકથી 10 મીટરના અંતરથી કામ કરી શકે છે.
સ્માર્ટ અનલોક: હોન્ડા સ્માર્ટ-કી સાથે, તમારે ચાવીને તમારા હાથમાં રાખવાની જરૂર રહેશે નહીં. જ્યારે સ્માર્ટ-કી એક્ટિવાની 2 મીટર રેન્જની અંદર હોય છે, ત્યારે તમે તમારી સીટ, ફ્યુઅલ કેપ અને હેન્ડલ જેવા વિવિધ ઓપરેશન નોબ્સને ધક્કો મારીને અને ફેરવીને અનલોક કરી શકો છો.
સ્માર્ટ સ્ટાર્ટઃ હવે બાઈક શરૂ કરવા માટે ચાવીની જરૂર નથી. એક વખત કી એક્ટિવા 2 મીટરની રેન્જમાં આવી જાય પછી માત્ર નોબ દબાવવાથી સ્પીડોમીટર પર LED સ્માર્ટ ઈન્ડીકેટર ચાલુ થઇ જશે. આ પછી ઇિગ્નશન અને એન્જિનને ચાલુ કરવા માટે નોબને સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ સાથે ફેરવો.
એક્ટિવા H-સ્માર્ટનાં ફીચર્સ
આ ન્યૂ જનરેશન સ્કૂટરમાં સાઇલન્ટ સ્ટાર્ટ સિસ્ટમ અને સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની જેમ કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ મળશે. આમાં નવી ડિઝાઇન સાથે એલોય વ્હીલ્સ લાવવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં બંને વ્હીલ્સ પર ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, સિંગલ-રિયર સ્પ્રિંગ અને ડ્રમ બ્રેક જેવા ફીચર્સ મળે છે. જો કે, ડિઝાઇનની દ્રષ્ટિએ વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી.
હોન્ડાનું EV ટુ-વ્હીલર ટૂંક સમયમાં આવશે
ગયા વર્ષે, કંપનીએ EICMA 2022માં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર - EM1 e લોન્ચ કર્યું હતું. યુરોપિયન માર્કેટ માટે ઓટો મેકરનું આ પહેલું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ સ્કૂટર આવતા વર્ષે ઉનાળામાં લોન્ચ કરવામાં આવશે. હોન્ડા આગામી બે વર્ષમાં વૈશ્વિક સ્તરે વધુ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.