ટેક ન્યૂઝ:ઇલેક્ટ્રિક વાહનનો વીમો લેતા સમયે બેટરીને અલગ કવર કરવા સહિત આ 6 વાતનું રાખો ખાસ ધ્યાન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે સતત અપાતા પ્રોત્સાહન તેમજ ગ્રાહકોમાં ઇકો ફ્રેન્ડલી વાહનોની જાગૃતિ વધી છે. ઘણા દાયકાઓ પહેલાં સ્ટાન્ડર્ડ મોટર વીમા પોલિસી બનાવવામાં આવી હતી. એ સમયે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અથવા હાઇબ્રિડ વાહનો વિશે જાણકારી પણ ન હતી તો બીજી તરફ અન્ય વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધુ હોવાથી તેમનો વીમો લેતાં પહેલાં તેના વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

આજે અમે તમને ઇલેક્ટ્રિકલ વાહનનો વીમો ખરીદતા સમયે શું ધ્યાન રાખવું પડે એ અંગે જણાવીશું...

  • શું પોલિસીમાં બેટરીને અલગથી કવર કરી શકાય છે?
  • શું પૂર કે ચાર્જિંગ દરમિયાન આગ લાગવાથી બેટરીનો ટોટલ લોસ પોલિસીમાં કવર કરવામાં આવે છે? આ ભાગ એટલે મહત્ત્વનો છે, કારણ કે EVનો સૌથી મોંઘો ભાગ છે.
  • શું પોલિસીમાં EVને કારણે થર્ડ પાર્ટીને થતા નુકસાન અને વ્યક્તિગત ઈજાની જવાબદારીને કવર કરવામાં આવે છે?જો નુકસાનને કારણે EVના માલિક સામે દાવો દાખલ કરવામાં આવે તો પોલિસીમાં અલગ જવાબદારી કવર છે કે કેમ એ અંગે પણ જાણકારી મેળવો.
  • શું પોલિસીના તમામ ભાગો માટે ઝીરો ડેપ્રિસિયેશન કવરેજ છે? પછી ભલે એ પાર્ટ પ્લાસ્ટિક, ધાતુ, કાચ કે ફાઈબર કે કોઈ પણ મેટલથી કેમ બનાવામાં ન આવેલો હોય.
  • શું પોલિસીમાં વોલ માઉન્ટ ચાર્જર અને ચાર્જિંગ કેબલ માટે અલગથી કવર કરે છે? આ પાર્ટ વાહન સાથે જોડાયેલા ન હોવાથી મોટર પોલિસીમાં અલગ ઉલ્લેખ સાથે કવર કરવા જરૂરી છે.
  • શું પોલિસી પેરેન્ટ કંપની દ્વારા ફીટ કરેલ ગેજેટ સિવાયના કોઈપણ ગેજેટને કવર કરે છે?

ઇલેક્ટ્રિક વાહનોની માગમાં વધારો
ઓગસ્ટ 2022માં 85,911 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, જ્યારે ગત વર્ષે 29,127 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે EV વેચાણ માસિક ધોરણે 11% વધ્યું હતું, વેચાણ વાર્ષિક ધોરણે ત્રણ ગણું વધ્યું હતું.