ન્યૂ લોન્ચ:કાવાસાકીની વિન્ટેજ લુક બાઇક Z650RS લોન્ચ થઈ, ભારતમાં જ અસેમ્બલ થયેલી બાઇકની કિંમત 7 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાપાનની ઓટોમોબાઇલ કંપની કાવાસાકીએ Z650 મોડેલનું રેટ્રોલ વર્ઝન લોન્ચ કર્યું છે. કાવાસાકીનો આ વિન્ટેજ લુક મોડેલ Z650RS આ વર્ષના અંત સુધીમાં આવી જશે. કાવાસાકી મોડેલ Z900RS ભારતમાં જ ફુલ્લી અસેમ્બલ કરવામાં આવ્યું છે. Z900RS ઇન્ડિયન માર્કેટમાં કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ તરીકે જ રજૂ કરવામાં આવશે. કંપનીએ આ બાઇક રાઇડર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

70ના દાયકાથી ઇન્સ્પાયર્ડ બોડીવર્ક
70ના દાયકાથી ઇન્સ્પાયર્ડ બોડીવર્ક

ટ્વીન સિલિન્ડર એન્જિન મળશે
આ રેટ્રો ક્લાસિક બાઇક મોટાભાગે રેટ્રો Z900RS જેવી જ દેખાય છે. જેમાં રાઉન્ડ હેડલાઇટ, રિબ્ડ પેટર્નવાળી ફ્લેટ ટાઇપ સીટ, સર્ક્યુલર રિઅર વ્યૂ મિરર અને ટિયરડ્રોપ શેપ્ડ ફ્યુલ ટેંક આપવામાં આવી છે. કાવાસાકી મોટર્સે આ બાઇકમાં ક્લાસિક રાઉન્ડ LED 7હેડલાઇટ, 70ના દાયકાથી ઇન્સ્પાયર્ડ બોડીવર્ક અને કલર ઓપ્શન સાથે ટ્વીન સિલિન્ડર એન્જિન જેવી સ્ટાઇલ નોટ્સ, પ્રીમિયમ નિયો રેટ્રો સેગમેન્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

વ્હીલબેઝ થોડું નાનું મળશે
કાવાસાકી મોડેલ Z650 (1410mm)ની સરખામણીએ રેટ્રો Z650RSનું વ્હીલબેઝ થોડું નાનું (1405mm) રાખવામાં આવ્યું છે. જો કે, એક ફેલાયેલું ટેલ સેક્શન રેટ્રો ક્લાસિકને Z650થી 10mm લાંબું બનાવે છે, જેમાં તે તેની ઓરિજિનલ ઊંચાઈથી થોડું મોટું છે. આ ઉપરાંત, તેમાં લાંબા અને પહેળા હેન્ડલબારને 1065mmથી 1115mm સુધી વધારવામાં આવ્યું છે. લાંબી હાઇટ અને ઊંચાઈ હોવા છતાં આ મોડેલનું કર્બ વેટ 187 કિલો છે.

કલાક દીઠ 191 કિમીની સ્પીડ આપશે
કલાક દીઠ 191 કિમીની સ્પીડ આપશે

કિંમત
કાવાસાકી Z650RSની કિંમત લગભગ 7 લાખ રૂપિયા હશે, જે કલાક દીઠ 191 કિમીની સ્પીડ આપશે. આ બાઇકમાં ટ્યુબલર સ્ટીલ ફ્રેમ સાથે 650ccનું એન્જિન આપવામાં આવ્યું છે અને આ એક 649cc લિક્વિડ કૂલ્ડ પેરેલલ ટ્વીન મોટર દ્વારા સંચાલિત છે. આ એન્જિન 8000rpm પર 67.3bhp પાવર જનરેટ કરે છે અને કંપનીએ આ બાઇકમાં 6-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...