ન્યૂ લોન્ચ:કાવાસાકી Vulcan Sનું BS6 મોડેલ ₹5.79 લાખમાં લોન્ચ થયું, રાઇડર હેન્ડલ, ફૂટપેગ અને સીટ અડજસ્ટ કરી શકશે

એક વર્ષ પહેલા
  • BS6માં અપગ્રેડ થવાને કારણે આ બાઇકની કિંમતમાં 35,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે
  • Vulcan S દેશમાં કાવાસાકીની પહેલી અને એકમાત્ર ક્રૂઝર બાઇક છે

કાવાસાકીએ તેની મિડલવેટ ક્રૂઝર Vulcan Sનું BS6 મોડેલ 5.79 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી દીધું છે. BS6માં અપગ્રેડ થવાને કારણે આ બાઇકની કિંમતમાં 35,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ એકમાત્ર મેટાલિક ફ્લેટ રો ગ્રેસ્ટોન કલરમાં અવેલેબલ થશે. જો કે, જૂનાં મોડેલ કરતાં 2020 Vulcan Sના એન્જિન અથલા ફીચર્સમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ગ્રાહક નવી Vulcan Sની IKMની ઓથોરાઇઝ્ડ ડીલરશિપ અથવા કાવાસાકી ઇન્ડિયાની વેબસાઇટ પરથી બુકિંગની જાણકારી લઈ શકે છે.

એન્જિન ડિટેલ્સ
Vulcan S દેશમાં કાવાસાકીની પહેલી અને એકમાત્ર ક્રૂઝર બાઇક છે અને આ લિક્વિડ કૂલ્ડ 4 સ્ટ્રોક પેરેલલ ટ્વીન 649cc મોટરથી સજ્જ છે, જે 7500rpm પર 61PS પાવર અને 6600rpm પર 62.4Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, નવી Vulcan Sના પાવરમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરંતુ તેના ટોર્ક આઉટપુટમાં હળવો ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ તેનાથી બાઇકના પર્ફોર્મન્સમાં કોઈ ફેરફાર નહીં થાય.

રાઇડર સીટ અને હેન્ડલ પોતાની ઇચ્છાનુસાર હેન્ડલ કરી શકશે
કાવાસાકી Vulcan S એ સ્પોર્ટી ક્રુઝર છે, જેમાં લો સ્લંગ પ્રોફાઇલ, એલોય વ્હીલ્સ અને ઓફ-સેટ મોનોશોક આપવામાં આવ્યું છે. મોટરસાઇકલની સૌથી નોંધપાત્ર સુવિધા એર્ગો-ફીટ છે, જે રાઇડરને ઓપ્ટિમલ રાઇડિંગ પોઝિશન માટે હેન્ડલ, ફૂટપેગ અને સીટ અડજસ્ટ કરવાની મંજૂરી આપે છે. કાવાસાકીએ જણાવ્યું કે, Vulcan S તમામ રાઇડર્સ માટે ઉપયોગી સાબિત થશે, જેમાં બિગનર્સ તેમજ મહિલા મોટરસાઇકલિસ્ટ પણ સામેલ છે. બ્રેકિંગ માટે તેમાં ફ્રંટમાં 300mm ડિસ્ક અને રિઅરમાં 250mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. બાઇકમાં સ્ટાન્ડર્ડ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) પણ આપવામાં આવી છે.