મારુતિ જિમ્ની અને ફ્રોન્ક્સ SUVનું બુકિંગ શરુ:જિમ્ની 4 વ્હીલ ડ્રાઈવ ઓફ રોડર 5 ડોરની સાથે મળશે, ફ્રોન્ક્સ પ્રીમિયમ વ્હીકલ બનશે

એક મહિનો પહેલા

ઓટો એક્સ્પો-2023નાં બીજા દિવસે (12 જાન્યુઆરી) મારુતિ સુઝુકીએ પોતાની ઓફ રોડર SUV જિમ્નીને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. જો કે, જિમ્ની ઈન્ટરનેશનલ માર્કેટમાં લાંબા સમયથી ઉપલબ્ધ છે. મારુતિ તેને છેલ્લા 5 વર્ષથી જુદા-જુદા ઈવેન્ટમાં દેખાડી રહી છે પણ આજે તેને લોન્ચ કરી દેવામાં આવી છે. વિશેષ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ તેનું બુકિંગ પણ શરુ થઈ ગયુ છે.

4 વ્હીલ ડ્રાઈવ, 5 ડોર વર્ઝનમાં મળશે જિમ્ની
ભારતમાં જિમ્નીને 4 વ્હીલ ડ્રાઈવ અને 5 ડોર વર્ઝનમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઓફ રોડર કારમાં 1.5 લિટર, 4 સિલિન્ડર K-15-B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ SUV 6000 RPM પર 101 BHPનો પાવર અને 4000RPM પર 130NMનો ટોર્ક જનરેટ કરશે.

જિમ્નીમાં ઓટો LED હેડલેમ્પ્સ વિથ વોશર આપવામાં આવ્યું છે
આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિકનો ઓપ્શન મળશે. આ SUVમાં ઓટો LED હેડલેમ્પ્સ વિથ વોશર આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જિમ્નીને કંપનીએ 7 કલર્સ અને આલ્ફા-ઝેટા 2 વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, જિમ્નીને ભારતમાં 12 લાખ રુપિયાની સ્ટાર્ટિંગ પ્રાઈસમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

મારુતિની પ્રીમિયમ SUV ફ્રોન્ક્સ પણ લોન્ચ કરવામાં આવી
એક્સ્પોમાં મારુતિએ પોતાની પ્રીમિયમ SUV ફ્રોન્ક્સને પણ લોન્ચ કરવામાં આવી છે. યુવાઓને ધ્યાનમાં રાખીને 1.2 લિટરનાં પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, તેમાં આપવામાં આવેલા ફીચર્સ આ SUVને લાઈફસ્ટાઈલ કસ્ટમર્સ માટે આઈડિયલ બનાવે છે.

11 હજાર રુપિયામાં જિમ્ની-ફ્રોન્ક્સની બુકિંગ કરી શકો
વિશેષ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ જિમ્ની અને ફ્રોન્ક્સ બંને SUVની બુકિંગ પણ શરુ થઈ ગઈ છે. મારુતિ તેને પોતાની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાનાં માધ્યમથી સેલ કરશે. બંનેને 11 હજારની સ્ટાર્ટિંગ અમાઉન્ટથી બુકિંગ કરી શકશો. જો કે, મારુતિએ હજુ સુધી જિમ્ની અને ફ્રોન્ક્સ બંનેની કિંમત જાહેર કરી નથી.