ન્યૂ પ્રોજેક્ટ:જીપ ભારતમાં 1,827 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, આવતા બે વર્ષમાં 4 નવી SUV લોન્ચ કરશે

એક વર્ષ પહેલા
  • વેચાણ સુધારવા માટે બ્રાંડ ફ્લેગશિપ મોડેલને એસેમ્બલ કરશે
  • કંપની સબ-4 મીટર SUV સ્પેસમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે

અમેરિકન ઓટો કંપની જીપે વર્ષ 2017માં કમ્પસ SUV સાથે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. જો કે, ત્યારબાદ કંપનીએ તેનાં લાઇનઅપમાં કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ નથી કરી. નવી પ્રોડક્ટની ગેરહાજરીને કારણે બ્રાંડ તરફ ગ્રાહકોની રુચિ ઘટી રહી હતી અને વેચાણ પણ ઘટી રહ્યું હતું. કંપની હવે આ વસ્તુઓને બદલવા માટે ભારતમાં મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

બ્રાંડ 1,827 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
જીપની પેરેન્ટ કંપની FCA (ફિયાટ ક્રિસ્લર ઓટોમોબાઇલ)એ જાહેરાત કરી કે તેઓ ઇન્ડિયન માર્કેટમાં કુલ 250 મિલિયન (લગભગ 1,827 કરોડ) ડોલરનું રોકાણ કરીને બજારમાં તેમની હાજરી વધારવાની યોજના ધરાવે છે. કંપની આગામી બે વર્ષમાં ભારતીય માર્કેટમાં ચાર નવી SUV લોન્ચ કરશે, જેમાં થ્રી રોવાળી SUV, જીપ ગ્રાન્ડ ચેરોકી, નવી સબ-4 મીટર SUV અને એક અપડેટેડ જીપ કમ્પસ સામેલ છે. કંપનીએ એવું પણ કહ્યું હતું કે, કંપની રેંગલર SUV ભારતમાં જ એસેમ્બલ કરશે, જેથી તેની કિંમત ઓછી રાખી શકાય.

કમ્પસ ફેસલિફ્ટ 7 જાન્યુઆરીએ લોન્ચ થશે

  • અત્યારે બ્રાંડની એક જ પ્રોડક્ટ કમ્પસ માર્કેટમાં અવેલેબલ છે. કંપની 7 જાન્યુઆરીના રોજ તેનું ફેસલિફ્ટ મોડેલ માર્કેટમાં લોન્ચ કરશે. અપડેટેડ મોડેલનાં એક્સટિરિયરમાં ઘણા ફેરફાર જોવા મળશે. જેમાં નવી ફ્રંટ ગ્રિલ, પાતળા હેડલેમ્પ, નવાં એલોય વ્હીલ્સ અને ફ્રંટ-રિઅર નવાં બંપર સામેલ હશે.
  • ઇન્ટિરિયરમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે, જેમ કે મોટી (10 ઇંચ)ની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જેમાં તમામ લેટેસ્ટ કનેક્ટિવિટી ઓપ્શન્સ મળશે અને એક નવી ડેશબોર્ડ ડિઝાઇન પણ હશે.
  • આઉટગોઇંગ મોડેલની જેમ ફેસલિફ્ટ જીપ કમ્પસ પણ તેના રગ્ડ (રફ એન્ડ ટફ) કેરેક્ટર અને ઓફ-રોડ કેપેબિલિટીથી સજ્જ હશે, જેનાથી SUV પોપ્યુલર છે. એન્જિન ઓપ્શનમાં 1.4 લિટર ટર્બો પેટ્રોલ (163hp) અને 2.0 લિટર ટર્બો ડીઝલ (173hp) હશે, જે અગાઉની જેમ જ હશે.

કંપની નવી 6/7 સીટર એયસુવી પર પણ કામ કરી રહી છે
આ સિવાય, કંપની નવી 6/7 સીટર SUV પર પણ કામ કરી રહી છે, જેને બીજા વર્ષે લોન્ચ કરી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, નવું મોડેલ કમ્પસ બેઝ્ડ હશે અને તેમાં આવી જ ડિઝાઇન મળવાની ધારણા છે. પરંતુ તેને કમ્પસથી અલગ બનાવવા તેની ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે.

કંપની ભારતમાં રેંગલર-ચેરોકીને એસેમ્બલ કરશે

  • રેન્ગલરને ભારતમાં અત્યારે CBU રૂટ (એટલે ​​કે કમ્પ્લિટલી બિલ્ટ અપ) હેઠળ ભારત લાવવામાં આવી છે, જેના કારણે તેની કિંમત વધારે રાખવામાં આવી છે. કંપની હવે તેને ભારતમાં એસેમ્બલ કરવાની વિચારણા કરી રહી છે જેથી, તેની કિંમત ઘટાડી શકાય અને વધુને વધુ ગ્રાહકો તેને ખરીદી શકે. જીપ રેન્ગલરની હાલમાં એક્સ-શો રૂમ કિંમત 63.94-68.94 લાખ રૂપિયા છે.
  • એ જ રીતે જીપ તેનાં ફ્લેગશિપ મોડેલ ગ્રાન્ડ ચેરોકીને પણ ભારતમાં એસેમ્બલ કરવા પર વિચાર કરી રહી છે. કંપની ભારતથી સબ-4 મીટર SUV સ્પેસમાં પણ એન્ટ્રી કરવાનું વિચારી રહી છે. જેથી, કિઆ સોનેટ અને વિટારા બ્રેઝાને ટક્કર આપી શકાય.
અન્ય સમાચારો પણ છે...