ન્યૂ લોન્ચ / જીપ કંપાસ BS-6 એન્જિન સાથે લોન્ચ થઈ, કિંમતમાં ₹1.1 લાખ સુધીનો વધારો નોંધાયો

Jeep Compass Launched with BS-6 engine

Divyabhaskar.com

Feb 13, 2020, 04:07 PM IST

ઓટો ડેસ્કઃ જીપે તેની પોપ્યુલર SUV કંપાસના દરેક વેરિઅન્ટને BS-6માં અપગ્રેડ કરીને માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. BS-4 વર્ઝનની સરખામણીએ જીપ કંપાસ Bs-6ના પેટ્રોલ મોડેલની કિંમત 1.1 લાખ રૂપિયા સુધી વધી ગઈ છે. BS-6માં અપગ્રેડ થયા બાદ હવે જીપ કંપાસના બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 15.60 લાખ રૂપિયા થઈ ગઈ છે.

કંપનીનું કહેવું છે કે, અપગ્રેડેડ એન્જિનના આઉટપુટમાં કોઈ ફેરફાર નથી થયો. આ SUVમાં 2.0 લિટરનું ટર્બો ડીઝલ એન્જિન છે, જે 170 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપાસનું 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 161 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે.

ગિયરબોક્સ
જીપ કંપાસમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ બંને એન્જિન આપવામાં આવ્યાં છે. પેટ્રોલ એન્જિન સાથે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક અને ડીઝલ એન્જિન સાથે 9 સ્પીડ ગિયરબોક્સનો ઓપ્શન પણ અવેલેબલ છે.

નવાં ફીચર્સ
કંપાસના એન્જિનને BS-6માં અપગ્રેડ કર્યા સિવાય કંપનીએ હવે આ SUVમાં સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ અને ક્રુઝ કંટ્રોલ ફીચર તમામ વેરિઅન્ટ્સમાં આપ્યાં છે. આ ઉપરાંત, લિમિટેડ પ્લસ વેરિઅન્ટમાં હવે નવી ડિઝાઇનનાં 18 ઇંચના એલોય વ્હીલ્સ આપ્યાં છે, જ્યારે અન્ય વેરિઅન્ટમાં ઓલ સિઝન ટાયર્સ સાથે 17 ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. આ સિવાય, કંપાસ SUVમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જીપ કંપાસ ફીચર લોડેડ SUV છે. તેમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ESC, ટ્રેક્શન કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ફ્રિક્વન્સી ડંપ સસ્પેન્શન (FSD) અને તમામ વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક જેવાં ફીચર્સ આપ્યાં છે. કંપાસ SelecTerrain AWD સિસ્ટમ હેઠળ ચાર ટેરેન મોડન સાથે આવે છે, જેમાં ઓટો, સેન્ડ, મડ અને સ્નો સામેલ છે.

X
Jeep Compass Launched with BS-6 engine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી