ન્યૂ લોન્ચ / જીપ કમ્પસની Night Eagle એડિશન ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 20.14 લાખ રૂપિયા

X

  • આ સ્પેશિયલ એડિશનના માત્ર 250 યૂનિટ્સ જ વેચવામાં આવશે
  • જીપ કમ્પસ નાઇટ ઇગલનું ઇન્ટિરિયર સંપૂર્ણ રીતે બ્લેક કલરથી સજ્જ

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 06:45 PM IST

દિલ્હી. જીપે ઇન્ડિયન માર્કેટમાં કમ્પસ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ)નું લિમિટેડ એડિશન મોડેલ લોન્ચ કર્યું છે. જીપ કમ્પસ Nigh Eagle એડિશન નામથી માર્કેટમાં ઉતારવામાં આવેલા આ મોડેલની કિંમત 20.14 લાખ રૂપિયાથી 23.31 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ જીપ કમ્પસ SUVનું પહેલું ગ્લોબલ લિમિટેડ એડિશન મોડેલ છે. ભારતમાં આ સ્પેશિયલ એડિશનના માત્ર 250 યૂનિટ્સ જ વેચવામાં આવશે. કમ્પસ SUVનું આ લિમિટેડ એડિશન મોડેલ બ્રાઝિલ અને યૂકેના ગ્લોબલ માર્કેટ્સમાં પહેલેથી જ વેચાણ માટે અવેલેબલ છે.

સ્ટાઇલિંગ
કમ્પસ નાઇટ ઇગલ ચાર કલર ઓપ્શન વોકલ વ્હાઇટ, બ્રિલિયન્ટ બ્લેક, એક્ઝોટિકા રેડ અને મેગ્નેશિયા ગ્રેમાં અવેલેબલ છે. કમ્પસના સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં નવી લિમિટેડ એડિશન મોડેલ વધારે સ્પોર્ટી દેખાય છે, જેના માટે SUVની સ્ટાઇલિંગ અપડેટ કરવામાં આવી છે. આ સ્પેશિયલ એડિશન મોડેલને બહાર અને અંદર બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

ડિઝાઇન
સ્પેશિયલ એડિશન SUVની સાઇડ ફેન્ડર્સ અને બૂટ લીડ એટલે કે ડેકીના ડોર પર સ્પેશિયલ ‘Night Eagle’ બેજ આપવામાં આવ્યો છે. ગ્રિલ, ફેરંટ બંપર, રૂફ પેનલ અને વિન્ડો લાઇન બ્લેક કલરમાં છે. આ સાથે જ SUVના 18 ઇંચના એલોય વ્હીલ્સ પણ બ્લેક કલરના છે. જીપ કમ્પસ નાઇટ ઇગલનું એન્ટિરિયર સંપૂર્ણ રીતે બ્લેક કલરમાં છે, જેમાં બ્લેક ટેક્નો લેધર અપહોલ્સ્ટ્રી અને ડેશબોર્ડ પર ગ્લોસ બ્લેક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

ફીચર્સ
જીપ કમ્પસ નાઇટ ઇગલ સ્ટાન્ડર્ડ કમ્પસના Longitude Plus વેરિઅન્ટ પર આધારિત છે. તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ સાથે કી-લેસ એન્ટ્રી, પાવર્ડ વિંગ મિરર્સ, ફ્રંટ કોર્નરિંગ લેમ્પ્સ અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેમાં હિલ ડિસન્ટ કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટ્રેક્શન કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ વગેરે જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
​​​​​​​કમ્પસ નાઇટ ઇગલના એન્જિન રેગ્યુલર કમ્પસ SUV જેવાં જ છે. તેમાં 1.4 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 160 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ ઉપરાંત, SUVમાં 2.0 લિટરનો ટર્બો ડીઝલ એન્જિન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે, જે 173 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી