• Home
  • Utility
  • Automobile
  • Jawa will launch 'Jawa 90th Anniversary Edition' bike in India on its anniversary, only 90 units of the bike will be sold.

અપકમિંગ / જાવા તેની એનિવર્સરી પર ‘જાવા 90TH એનિવર્સરી એડિશન’ બાઈક ભારતમાં લોન્ચ કરશે, બાઇકનાં માત્ર 90 યુનિટ્સનું જ વેચાણ કરાશે

Jawa will launch 'Jawa 90th Anniversary Edition' bike in India on its anniversary, only 90 units of the bike will be sold.
Jawa will launch 'Jawa 90th Anniversary Edition' bike in India on its anniversary, only 90 units of the bike will be sold.

  • વર્ષ 1929નાં બાઇકના ‘500 OHV’ મોડલને રી લોન્ચ કરીને ‘જાવા 90th એનિવર્સરી એડિશન’ નામ આપવામાં આવ્યું છે
  • આ બાઇકમાં 293ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ એન્જિન આપવામાં આવ્યું છે
  • આ બાઈક 15 ઓક્ટોરથી કંપનીના શૉ-રૂમમાં જોવા મળશે અને તેનું પ્રિ-બુકિંગ 22 ઓક્ટોબર સુધી કરી શકાશે

Divyabhaskar.com

Oct 10, 2019, 05:52 PM IST

ઓટો ડેસ્કઃ ‘જાવા’ મોટરસાઇકલ ‘મહિન્દ્રા’ ગ્રૂપ કંપની સાથે ભારતમાં બિઝનેસ કરી રહી છે. કંપની હવે દ્વિ-ચક્રીય વાહનોની ડિલિવરીમાં વધારો કરી રહી છે. જાવા 500 OHV મોડલનાં 90 વર્ષ અને કંપનીને ભારતમાં રિલોન્ચ થયાનાં 1 વર્ષ પૂરા થવાના અવસરે કંપની ‘જાવા 500 OHV’ મોડલને લિમિટેડ એડિશનમાં લોન્ચ કરી રહી છે. આ બાઈકની ડિલિવરી તરત કરવામાં આવશે. બાઇકનાં માત્ર 90 યુનિટ્સનું જ વેચાણ કરવામાં આવશે.

વર્ષ 1929નાં બાઇકના ‘500 OHV’ મોડલને રી લોન્ચ કરીને ‘જાવા 90th એનિવર્સરી એડિશન’ નામ આપવામાં આવ્યું છે. આ બાઇકને ડાર્ક રેડ અને ક્રીમ કલર કોમ્બિનેશનમાં લોન્ચ કરવામાં આવશે. બાઈકની નવી એડિશનમાં કોઈ ટેક્નિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં 293ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 26 bhp અને 28 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. બાઇકના ફ્રન્ટ પેનલમાં ટેલિસ્કોપિક ફોકર્સ અને બેક પેનલમાં ડ્યુઅલ શોક્સ લગાવવામાં આવ્યા છે.

આ નવી એડિશન બાઈકની કિંમત જાવા ડ્યુઅલ ચેનલ ABS મોડલ જેટલી જ છે. જાવા ડ્યુઅલ ચેનલ ABS વેરિઅન્ટ્સની કિંમત 1,72,942 અને 1,63,942 રૂપિયા છે. આ બાઈક 15 ઓક્ટોબરથી કંપનીના શૉ-રૂમમાં જોવા મળશે અને તેનું પ્રિ-બુકિંગ 22 ઓક્ટોબર સુધી કરી શકાશે.

X
Jawa will launch 'Jawa 90th Anniversary Edition' bike in India on its anniversary, only 90 units of the bike will be sold.
Jawa will launch 'Jawa 90th Anniversary Edition' bike in India on its anniversary, only 90 units of the bike will be sold.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી