તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Java Launches New Colors Of Its Bikes In Honor Of Indian Army, Now Customers Will Be Able To Buy Bikes In Khaki And Midnight Gray Variants

ન્યૂ કલર્સ:ભારતીય સેનાના સન્માનમાં જાવાએ તેની બાઇક્સના નવા કલર્સ લોન્ચ કર્યાં, હવે ગ્રાહકો ખાખી અને મિડનાઇટ ગ્રે વેરિઅન્ટમાં બાઇક ખરીદી શકશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાવા મોટરસાઇકલે ક્લાસિક બાઇક્સને બે નવા કલર્સમાં લોન્ચ કરી છે. તેમાં ખાખી અને મિડનાઇટ ગ્રે કલરનો સમાવેશ છે. પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં વિજયના 50 વર્ષ પૂરા થવા પ્રસંગે કંપનીએ સેનાના સન્માનમાં આ કલર્સ લોન્ચ કર્યા છે. આ બંને બાઇક્સની એક્સ શો રૂમ કિંમત 1.93 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

બંને કલર્સ ભારતીય સૈન્યની બહાદુરી અને વીરતાનું પ્રતીક છે. આ બાઇકમાં સ્મારક ચિહ્ન સાથે સેનાનું પ્રતીક ચિહ્ન અને 1971ના વિજયનું પ્રતીક 'લોરેલ રેથ' પણ આપવામાં આવ્યું છે. તેને બાઇક ટેંક પર સેન્ટરમાં ત્રિરંગાની પટ્ટી સાથે જોડવામાં આવ્યું છે.

બાઇકનાં મિકેનિકલ પાર્ટ્સને ઓલ-બ્લેક થીમ સાથે રજૂ કરવામાં આવ્યાં છે
બાઇકનાં મિકેનિકલ પાર્ટ્સને ઓલ-બ્લેક થીમ સાથે રજૂ કરવામાં આવ્યાં છે

બાઇક મેટ ફિનિશ સાથે આવશે
ખાખી અને મિડનાઇટ ગ્રે શેડ્સની બંને બાઇક મેટ ફિનિશિંગ સાથે આવે છે. તેનાં મિકેનિકલ પાર્ટ્સને ઓલ-બ્લેક થીમ સાથે રજૂ કરવામાં આવ્યાં છે. એન્જિનમાં બ્રશ ફિન્સ આપવામાં આવ્યાં છે. બાઇકની રિમ પણ બ્લેક કલરમાં આપવામાં આવી છે. રાઇડર્સના કમ્ફર્ટ માટે તેની સીટ પણ કમ્ફર્ટેબલ બનાવવામાં આવી છે.

એન્જિનમાં ફેરફાર કરવામાં નથી આવ્યો
બાઇકના સસ્પેન્શન અને ફ્રેમને નવી ડિઝાઇન પણ આપવામાં આવી છે. બાઇક્સ ફક્ત ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. તેના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 293ccનું લિક્વિડ-કૂલ્ડ અને ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 27.33PS પાવર અને 27.02Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6-સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.