ન્યૂ લોન્ચ:જગુઆર લેન્ડ રોવરે બે વેરિઅન્ટમાં પાવરફુલ ડિફેન્ડર SUV લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 1.82 કરોડ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન માર્કેટમાં 90 અને 110 બંને વેરિઅન્ટમાં નવી ડિફેન્ડર SUV લોન્ચ કર્યાં પછી જગુઆર લેન્ડ રોવર દેશમાં તેની લાઇનઅપમાં સૌથી ઝડપી અને સૌથી પાવરફુલ ડિફેન્ડર SUV લાવી છે. કંપનીએ V8- પાવર્ડ મોડેલ બંને વેરિઅન્ટમાં 1.82 કરોડ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું છે.

કાર 90 (3-ડોર) અને 110 (5-ડોર) બંને વેરિઅન્ટમાં મળશે
કાર 90 (3-ડોર) અને 110 (5-ડોર) બંને વેરિઅન્ટમાં મળશે

આ SUV બે વેરિઅન્ટમાં મળશે
જગુઆર લેન્ડ રોવરે તાજેતરમાં જ તેની વેબસાઇટ પર ડિફેન્ડર SUVને ઓફિશિયલી લિસ્ટ કરી છે, જે V8 એન્જિન પર ચાલે છે. V8 એન્જિન સાથે ડિફેન્ડર SUVનાં સ્ટાન્ડર્ડ અને કાર્પેથિયન બંને એડિશનનાં બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ એ જ મોડેલ છે જે આ વર્ષે ફેબ્રુઆરીમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયું હતું. નવાં ડિફેન્ડરનું V8 વેરિઅન્ટ બ્રાંડની નવી એડવેન્ચરર કેટેગરીમાં ટોપ પર છે અને તે 90 (3-ડોર) અને 110 (5-ડોર) બંને વેરિઅન્ટમાં મળે છે.

બોડી કલર કાર્પેથિયન ગ્રે હશે
V8 એન્જિન સાથે ડિફેન્ડર તેની ડિઝાઇનથી બાકીના મોડેલ્સથી અલગ છે. કાર્પેથિયન વેરિઅન્ટને કાર્પેથિયન ગ્રે નામનો એક સ્પેશિયલ બોડી કલર મળે છે, જે બ્લેક હૂડ, રૂફ અને ટેલગેટની અપોઝિટ હોય છે. તેમાં સામેના ડોરની નીચે V8 લોગો, ચાર ટેલપાઇપ્સ અને 22 ઇંચના એલોય વ્હીલ્સ અને 15 ઇંચની ડિસ્ક અને બ્લુ કોલિપર્સ પણ આપવામાં આવ્યાં છે.

કાર 11.4-ઇંચની ટચસ્ક્રીનથી સજ્જ
કાર 11.4-ઇંચની ટચસ્ક્રીનથી સજ્જ

ડિફેન્ડર ફેમિલીની સૌથી ફાસ્ટ SUV
ડિફેન્ડર V8ને તેની ટ્વીન ટેલપાઇપ્સ, એબોની વિન્ડસર બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી અને અલ્કેન્ટારા-રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ દ્વારા પણ ઓળખી શકાય છે. તેની કેબિનની અંદર એક નવું કર્વ્ડ સેન્ટર 11.4-ઇંચની ટચસ્ક્રીન પણ આપવામાં આવી છે. આ SUV સુપરચાર્જ્ડ 5.0-લિટર V8 એન્જિન દ્વારા સંચાલિત છે, જે જગુઆર લેન્ડ રોવર ગ્રુપમાં મોસ્ટ પાવરફુલ કાર છે.

ડિફેન્ડર ફેમિલીમાં સૌથી ઝડપી કાર
ડિફેન્ડર ફેમિલીમાં સૌથી ઝડપી કાર

આ 525hp પાવર અને 625Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ઓલ-વ્હીલ ડ્રાઇવ SUVનું એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે અને ડિફેન્ડર ફેમિલીમાં સૌથી ઝડપી પણ છે. ડિફેન્ડર 90 માત્ર 5.2 સેકન્ડમાં કલાક દીઠ 0થી 100 કિમીની સ્પીડ પકડી શકે છે અને તે 240 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે આવે છે.

અન્ય સમાચારો પણ છે...