તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Italian Company Moto Gujji Showcases An Updated Version Of Its V7 Bike, The Bike Will Be Launched In Two Variants And Three Colors

રેટ્રો વિથ સ્પોર્ટ્સ બાઇક:ઇટાલિયન કંપની મોટો ગુજ્જીએ તેની V7 બાઇકનું અપડેટેડ વર્ઝન શોકેસ કર્યું, બાઇક બે વેરિઅન્ટ અને ત્રણ કલર્સમાં લોન્ચ થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇકનાં બે વેરિઅન્ટ V7 સ્ટોન અને V7 સ્પેશિયલમાં લોન્ચ કરવામાં આવશે
  • અપડેટેડ બાઇકમાં નવું 850cc એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ઇટાલિયન મોટરસાઇકલ મેન્યુફેક્ચરર કંપની મોટો ગુજ્જીએ તેની V7 બાઇકની અપડેટ જાહેર કરી દીધી છે. નવાં વર્ષમાં આ બાઇક અનેક અપડેટેડ ફીચર્સ સાથે આવશે. જો કે, પિયાજિયો દ્વારા આ બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં તે અંગેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. મોટા ગુજ્જીની ઓનરશિપ પિયાજિયો પાસે છે.

2021 મોટો ગુજ્જી V7માં આ અપડેટ મળશે
નવી સ્ટાઈલ:
બાઇકની ડિઝાઇન જૂનાં મોડેલની જેમ રેટ્રો-ઇન્સપાયર્ડ હશે. પરંતુ તેમાં થોડું સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. નવી V7માં કેટલાક ટ્વીક્સ છે જે તેને નવો લુક આપે છે. તેમાં નવી સીટ, નવી ડિઝાઇનવાળા LED હેડલેમ્પ્સ અને સ્ટાઇલિશ નવી સાઇડ પેનલ્સવાળા ટેલ લેમ્પ્સ મળશે. તેમાં રિઅર ફેન્ડર અને બીફિયર એક્ઝોસ્ટ સ્પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

બે વેરિઅન્ટ્સ: મોટો ગુજ્જી V7 બં વેરિઅન્ટ V7 સ્ટોન અને V7 સ્પેશિયલમાં લોન્ચ કરવામાં આવશે. આ બાઇક 4 વેરિઅન્ટમાં આવતી હતી. હવે V7 સ્પેશિયલમાં સિલ્વર પિનસ્ટ્રિપ સાથે નેવી બ્લુ પેન્ટમાં આવે છે. તેમજ, બ્રાઉન સીટ અને વાયરસ્પોક વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. બીજીબાજુ, V7 સ્ટોન નીરો રૂવિડો, અજુરો ધિયાકો અને અરનિયોન રેમ જેવાં ત્રણ કલર્સમાં આવે છે.

નવાં ફીચર્સઃ અપડેટ થયેલી 2021 મોટો ગુજ્જી V7 બાઇકમાં ઓલ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે, પાછળની બાજુ કાયબા શોક્સ અને રિઅરમાં 150/70 સાઇઝનું મોટું ટાયર મળશે. તેમાં એક નવાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાવરફૂલ એન્જિન: અપડેટ કરેલી બાઇકમાં 850ccનું એન્જિન અપડેટ કરવામાં આવ્યું છે. તે 65bhp પાવર અને 72.9Nm ટોર્ક જનરેટ કરે છે. જૂનાં મોડેલમાં 744ccનું એન્જિન આપવામાં આવ્યું હતું, જે 52bhp પાવર અને 59.9Nm ટોર્ક જનરેટ કરતું હતું.

અન્ય સમાચારો પણ છે...