ટાટાએ લોન્ચ કરી અપડેટેડ ટિગોર EV:315 કિલોમીટરની રેન્જ મળશે, કિંમત 12.49 લાખ રુપિયાથી શરુ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે ટિગોર EVને અપડેટ કરી છે. હવે ટીગોર EV ફૂલ ચાર્જ થવા પર 315 કિલોમીટરની રેન્જ મળશે. તેની સ્ટાર્ટિંગ પ્રાઈસ 12.49 લાખ રુપિયા રાખવામાં આવી છે. કંપનીએ ટિગોર EVનાં વેરિઅન્ટ્સમાં પણ બદલાવ કર્યો છે અને હવે ટોપ વેરિઅન્ટમાં XZ+ LUXને લોન્ચ કરી છે.

સિંગલ ચાર્જ પર 315 કિલોમીટરની રેન્જ
નવી ટાટા ટિગોરનાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં હવે તમને ફુલ ચાર્જ કરવા પર 315 કિમીની યાત્રાનો અનુભવ મળી શકે છે. તેની પહેલાનાં મોડેલમાં આ રેન્જ 306 કિમીની હતી.

59 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જશે
નવી ટાટા ટિગોર EVને ફાસ્ટ ચાર્જરથી 59 મિનિટમાં 10થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. બીજી તરફ હોમ ચાર્જિંગમાં લગભગ 8.5 કલાકમાં 0થી 80 ટકા ચાર્જ લાગશે. આ કારને 15Aનાં સોકેટથી ચાર્જ કરી શકાય છે. જે આપણા ઘર અને ઓફિસમાં સરળતાથી મળી રહે છે.

5.7 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપ
ટાટાની આ ઇલેક્ટ્રિક કારમાં 55 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર અને 26kWh લિથિયમ-આયન બેટરી હશે, જે 74bhp (55kW) સુધીનો પાવર અને 170Nm સુધીનો ટોર્ક જનરેટ કરશે. આ ઇલેક્ટ્રિક કાર માત્ર 5.7 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લેશે.

ક્રુઝ કંટ્રોલ અને ઓટો હેડલેમ્પ્સ જેવા અનેક ફીચર્સ મળશે
અપડેટેડ ટિગોર EVમાં લેધરાઇટ અપહોલ્સ્ટ્રી, ક્રુઝ કન્ટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ અને લેધર-રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ્સ જેવી વધુ સુવિધાઓ મળે છે. કંપની કારમાં 8 વર્ષ સાથે 1,60,000 કિમી સુધીની બેટરી વોરંટી આપશે.

વોટરપ્રુફ બેટરી સિસ્ટમ
ટિગોર EVનાં સેફ્ટી ફીચર્સની વાત કરીએ, તો તેમાં હિલ એક્સેન્ટ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ડ્યુઅલ એરબેગ્સ, ABS અને EBD સાથે કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ મળી રહ્યા છે. આ ઉપરાંત આ કાર IP67 રેટેડ બેટરી પેક અને મોટરથી સજ્જ છે.