ફાસ્ટેસ્ટ ઇ-કાર:ઇન્ડિયન સ્ટાર્ટઅપ 'વઝિરાની'એ હાઇપરકાર શોકેસ કરી, માત્ર 2.54 સેકંડમાં જ 100 કિમીની સ્પીડ પકડી લેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝૂમ...ઝૂમ...ઝૂમ...કરીને જ્યારે ફુલ સ્પીડથી આપણી બાજુમાંથી ગાડી જાય તો આપણે તેને જોતા રહી જઇએ છીએ. ફાસ્ટેસ્ટ કારની આ રેસમાં એક સ્ટાર્ટઅપે પણ નામ નોંધાવ્યું છે. ઇન્ડિયન EV સ્ટાર્ટઅપ વઝિરાની ઓટોમોટિવે દેશની સૌથી વધુ ટોપ સ્પીડ ધરાવતી હાઇપરકાર રજૂ કરી છે. આ કાર સિંગલ સીટર હશે. આ કારનું નામ એકોન્ક છે. સ્ટાર્ટઅપનો દાવો છે કે તે વિશ્વની ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક કારમાંની એક છે.

ડિઝાઈન અને લુકની વાત કરીએ તો આ કાર એક અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (UFO) અથવા રેસિંગ કાર જેવી લાગે છે. તેનું વજન 738 કિલો છે. સ્ટાર્ટઅપે EV સ્ટાર્ટઅપની નવી ઇનોવેટિવ બેટરી સોલ્યુશનનો ઉપયોગ કર્યો છે, જે ટ્રેડિશનલ કોમ્પ્લેક્સ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજીને બદલે છે.

ડિકો નામની ટેક્નોલોજી પર કામ કરે છે
સ્ટાર્ટઅપે આ હાઇપરકારમાં ડિકો નામની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેમાં બેટરીને સીધી હવામાંથી ઠંડી રાખવાનું ફીચર આપવામાં આવ્યું છે. તેને લિક્વિડ કૂલિંગની જરૂર નથી. વઝિરાનીનો દાવો છે કે, આ ટેક્નોલોજી ઈલેક્ટ્રિક કારને હળવી, ઝડપી અને સુરક્ષિત બનાવવાની સાથે સાથે તેની રેન્જમાં પણ વધારો કરે છે.

કારની 309 kmphની ટોપ સ્પીડ
કારની 309 kmphની ટોપ સ્પીડ

એન્જિન ડિટેલ્સ
એકોન્ક હાઇપરકારનું એન્જિન 722hpનો પાવર જનરેટ કરે છે. વઝિરાની દ્વારા બનાવવામાં આવેલી એન્ડ-ટુ-એન્ડ ઇલેક્ટ્રિક હાઇપરકારનું તાજેતરમાં ઇન્દોર નજીક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સટ્રેક્સ હાઇ-સ્પીડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટરમાં પણ કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાં કારે 309 kmphની ટોપ સ્પીડ મેળવી છે. આ કાર ફક્ત 2.54 સેકન્ડમાં 0થી 100 kmphની સ્પીડ પકડી લે છે.

એકોન્ક નામ યૂનિક
એકોંક શબ્દનો અર્થ 'દિવ્ય પ્રકાશની શરૂઆત' કહેવાય છે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ ઓટોમેકર માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે. તેમાં વઝિરાની-ઓટોમોટિવના ફાઉન્ડર અને CEO ચંકી વઝિરાનીએ જણાવ્યું હતું કે, આ ઇલેક્ટ્રિક કારના આગમનથી વિશ્વભરની કંપનીઓએ ખાલી કેન્વાસથી શરૂઆત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...