ન્યૂ લોન્ચ:ઇન્ડિયન મોટરસાઇકલે માર્કેટમાં 3 નવી પાવરફુલ બાઇક લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 20.75 લાખ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન મોટરસાઈકલે ભારતીય બજારમાં તેની ત્રણ નવી બાઇક લોન્ચ કરી છે. તેમાં ચીફ ડાર્ક હોર્સ, ચીફ બોબર ડાર્ક હોર્સ અને સુપર ચીફ લિમિટેડનો સમાવેશ થાય છે. ત્રણેય બાઇક્સ ઇન્ડિયન બ્રાન્ડની 2022 Chief રેન્જમાં સામેલ છે. આ બાઇક્સની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 20.75 લાખ રૂપિયા છે. આ બાઇક્સનું પ્રિ-બુકિંગ થોડા અઠવાડિયાં પહેલા જ શરૂ થયું છે. આ બાઇક બુક કરાવવા ગ્રાહકોએ 3 લાખ રૂપિયાની ટોકન રકમ ચૂકવવી પડશે. ત્રણેય બાઇક એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં એકસમાન એન્જિન આપવામાં આવ્યું છે.

ત્રણેય બાઇક્સમાં ABS સ્ટાન્ડર્ડ ફીચર મળશે
ત્રણેય બાઇક્સમાં ABS સ્ટાન્ડર્ડ ફીચર મળશે

Indian Chief બાઇકના વેરિઅન્ટ પ્રમાણે ભાવ

નંબરમોડેલરૂપિયા
1ઇન્ડિયન ચીફ ડાર્ક હોર્સ સ્ટીલ્થ ગ્રે20,75,922 રૂપિયા
2ઇન્ડિયન ચીફ ડાર્ક હોર્સ બ્લેક સ્મોક20,86,787 રૂપિયા
3ઇન્ડિયન ચીફ ડાર્ક હોર્સ એલ્યુમ્ના જેડ સ્મોક21,39,925 રૂપિયા
4ઇન્ડિયન ચીફ બોબર ડાર્ક હોર્સ બ્લેક સ્મોક21,40,715 રૂપિયા
5ઇન્ડિયન ચીફ બોબર ડાર્ક હોર્સ ટાઇટેનિયમ સ્મોક21,44,469 રૂપિયા
6ઇન્ડિયન ચીફ બોબર ડાર્ક હોર્સ સેગબ્રશ સ્મોક22,82,155 રૂપિયા
7ઇન્ડિયન સુપર ચીફ લિમિટેડ ABS બ્લેક મેટાલિક22,84,130 રૂપિયા
8ઇન્ડિયન સુપર ચીફ લિમિટેડ ABS મરૂન મેટાલિક22,84,130 રૂપિયા
9ઇન્ડિયન સુપર ચીફ લિમિટેડ ABS બ્લુ સ્લેટ મેટાલિક22,84,130 રૂપિયા

એન્જિન ડિટેલ્સ
આ સિરીઝના તમામ મોડેલ્સમાં પાવરફુલ Thunderstroke 116માં 1890ccનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 162 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ABS સ્ટાન્ડર્ડ ફીચર તરીકે આપવામાં આવ્યું છે. આ બાઇક્સ નાનું વ્હીલબેઝ, ઓછી સીટની ઊંચાઈ અને સરેરાશ વજન ધરાવે છે. તેનું વ્હીલબેઝ 1626mm, સીટની ઊંચાઈ 662mm અને વજન 304 કિલો છે. બાઇક્સમાં 132mmના ટ્રાવેલવાળા 46mm ફ્રન્ટ ફોર્ક, 28.5 ડિગ્રી લેન એન્ગલ અને કમ્ફર્ટેબલ અર્ગોનોમિક્સ આપવામાં આવ્યાં છે. તેનાથી તે તમામ પ્રકારના ઉબડખાબડ રસ્તાઓ પર ચાલી શકે છે.

બાઇકમાં ડ્યુઅલ એક્ઝોસ્ટ, LED લાઇટિંગ, કી-લેસ ઇગ્નીશન જેવાં ફીચર્સ મળશે
બાઇકમાં ડ્યુઅલ એક્ઝોસ્ટ, LED લાઇટિંગ, કી-લેસ ઇગ્નીશન જેવાં ફીચર્સ મળશે

ફીચર્સ
નવી ઇન્ડિયન ચીફ લાઇનઅપમાં 15.1-લિટરની ફ્યુઅલ ટેંક, બોબ્ડ રિઅર ફેન્ડર્સ, ડ્યુઅલ આઉટબોર્ડ પ્રિલોડ-અડજસ્ટેબલ રિઅર શોક્સ, ડ્યુઅલ એક્ઝોસ્ટ, LED લાઇટિંગ, કી-લેસ ઇગ્નીશન અને પિરેલી નાઇટ ડ્રેગન ટાયર આપવામાં આવ્યાં છે. ક્રૂઝ કન્ટ્રોલ સાથે તેમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે - સ્પોર્ટ, સ્ટાન્ડર્ડ અને ટૂર.

આ સિવાય, આ મોડેલ્સમાં ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ 101mm રાઉન્ડ રાઇડ કમાન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. રાઇડર ગ્રિપ કન્ટ્રોલ અથવા ડિજિટલ IPS ટચસ્ક્રીન ડિસ્પ્લે દ્વારા રાઇડ કમાન્ડ સિસ્ટમ ઓપરેટ કરી શકે છે. જો રાઇડરે વાયરલેસ હેલ્મેટ પહેર્યું હશે તો તે રાઇડ કમાન્ડ સિસ્ટમ દ્વારા મ્યૂઝિક કન્ટ્રોલ કરી શકે છે. આ સાથે, રિસન્ટ કોલ્સ, કોન્ટેક્ટ, નંબર પેડ અને ટેક્સ્ટ મેસેજ હિસ્ટ્રી જેવી ફોનની માહિતી પણ એક્સેસ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...