બુકિંગ:ઇન્ડિયન ચીફની 3 બાઇક્સ ઓગસ્ટ 2022થી ભારતમાં આવવાની શરૂ થશે, અંદાજિત કિંમત 20.75 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા

ઇન્ડિયન બાઇક્સના મોટાભાગના BS6 મોડેલ્સનું લોન્ચિંગ અટકી પડ્યું છે. જ્યારે કંપનીએ ગયા વર્ષે જ સ્કોટ, વિંટેજ, સ્પ્રિંગફીલ્ડ, ચીફટેન અને રોડમાસ્ટર ફેમિલીની બાઇક્સની કિંમતનું લિસ્ટ બહાર પાડ્યું હતું. તેમ છતાં આમાંની મોટાભાગની બાઇક્સનું લોન્ચિંગ કોવિડ-19ના કારણે થઈ રહ્યું નથી.

પરંતુ તાજેતરમાં ઇન્ડિયન ચીફ બ્રાંડે 2022 ચીફ મોડેલ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે જ તેની પ્રારંભિક કિંમત પણ જાહેર કરી દેવામાં આવી છે. આ મોડેલ્સ ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ ત્રણ મોડેલોમાં ડાર્ક હોર્સ, ચીફ બોબર ડાર્ક હાઉસ અને સુપર ચીફ લિમિટ સામેલ છે. જેને રિટર્નિંગ FTR રેન્જવાળી ગાડીઓ સાથે પણ જોડવામાં આવશે.

ઇન્ડિયન ચીફની ત્રણેય બાઇક્સમાં રોડમાસ્ટરવાળું એન્જિન
ગ્લોબલ 2022 ભારતીય ચીફ લાઇન-અપના છ મોડેલમાંથી ત્રણને ભારત લાવવામાં આવ્યાં છે. ત્રણેય બાઇક મોડેલ્સમાં થંડરસ્ટ્રોક 116 મોટરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન પહેલેથી જ ભારતમાં વેચાતી બાઇકના વિંટેજ, સ્પ્રિંગફીલ્ડ, ચીફટાઈન અને રોડમાસ્ટર મોડેલમાં ઉપલબ્ધ છે.

કિંમત
આ ત્રણ મોડેલમાં ડાર્ક હોર્સ, ચીફ બોબર ડાર્ક હાઉસ અને સુપર ચીફ લિમિટ સામેલ છે. તેમની પ્રારંભિક કિંમત આશરે 20.75 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ સાથે ભારતમાં વેચાતી 16.20 લાખ રૂપિયાની બોબર ટ્વેન્ટી અને વિન્ટેજની 25.80 લાખ રૂપિયાની કિંમતવાળી ગાડીઓ વચ્ચે જે લગભગ 9 લાખ રૂપિયાનો તફાવત છે એ દૂર થઈ જશે.

ઇન્ડિયન ચીફમાં FTR રેંજ મળશે
આ સંપૂર્ણ રીતે FTR રેન્જની એક નવી બાઇક છે. બ્રેમ્બો બ્રેક જે સંપૂર્ણ રીતે ચેસિસ સસ્પેન્શન FTR પેક્સ સાથે અડજસ્ટેબલ હશે. એન્જિનની કેપેસિટી 1,203cc હશે. 4.3 ઇંચની TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે. ત્રણ રાઇડ મોડ્સ IMU સાથે ઇલેક્ટ્રોનિક એડ થશે. તેમાં 19 ઇંચનું વ્હીલ આપવામાં આવ્યું છે. આ મોડેલ ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે, જેની કિંમત લગભગ 17 લાખ રૂપિયા થશે. FTR રેંજ 15 લાખ રૂપિયા સુધીની કિંમતે મળવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...