તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:ભારતમાં વર્ષ 2027 સુધીમાં દર વર્ષે 63 લાખ ઇ-વ્હીકલ વેચાશે, ઇ-રિક્ષાની ડિમાન્ડ ઝડપથી વધશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020-2027 દરમિયાન EV માર્કેટ 44%ના CAGR કરતાં વધવાની અપેક્ષા છે
  • બેટરી માર્કેટ વર્ષ 2027 સુધી 14.9 મિલિયન ડોલર સુધી વધવાનો અંદાજ છે

ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ અલાયન્સ (IESA)ના જણાવ્યાનુસાર, વર્ષ 2027 સુધીમાં ભારતનું ઇલેક્ટ્રિક વાહન માર્કેટ દર વર્ષે 63 લાખ યૂનિટ કરતાં વધી જશે. રિપોર્ટ અનુસાર, દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં બેટરીની માગ વધવાની તૈયારીમાં છે.

IESAના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020-2027 વચ્ચે EV માર્કેટ 44%ના CAGR પર કરતાં વધવાની સંભાવના છે. વર્ષ 2027 સુધીમાં 6.34 મિલિયન યૂનિટનું વાર્ષિક વેચાણ થવાની સંભાવના છે.

બેટરીની માગ 32% સુધી વધશે

  • રિપોર્ટમાં જણાવ્યાનુસાર, વાર્ષિક બેટરી માગ વર્ષ 2027 સુધીમાં 32%થી વધીને 50GWh સુધી પહોંચવાનો અંદાજ છે. તેમાંથી 40 કરતાં વધારે GWh લિથિયમ આયન બેટરી પર રહેશે. વર્ષ 2019માં અંદાજિત બેટરી માર્કેટ 580 મિલિયન ડોલર રહ્યું હતું, જે 2027 સુધીમાં વધીને 14.9 અબજ ડોલર થવાનો અંદાજ છે.
  • ભારતમાં 2019-20 દરમિયાન EVનું વેચાણ 3.8 લાખ યૂનિટ હતું. આ સમય દરમિયાન EV બેટરી માર્કેટ 5.4GWh પર હતું. ગયા વર્ષે EV સેગમેન્ટમાં સૌથી વધારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું વેચાણ થયું હતું.

40km/h સ્પીડ ધરાવતા ઇ-વ્હીકલની માગ

  • રિપોર્ટ અનુસાર, ડોમેસ્ટિક માર્કેટમાં આવા લો અને મીડિયમ સ્પીડવાળા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ (40 કિમી પ્રતિ કલાક)નું વર્ચસ્વ હતું, જેમાં ટરેડિશનલ લીડ-એસિડ બેટરીનો ઉપયોગ થાય છે. વર્ષ 2020માં કંપનીઓને FAME-II સર્ટિફિકેશન મળવાથી હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વેચાણમાં ઝડપથી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
  • ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં બેટરી ટેક્નોલોજીની દૃષ્ટિએ આવતા પાંચ વર્ષમાં લીડ-એસિડ ટેકનોલોજી સંપૂર્ણપણે બજારમાંથી બહાર નીકળી જશે. ઇલેક્ટ્રિક બસના બજાર વિસ્તરણ અંગેના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર સબસિડી સપોર્ટ સાથે કામ કરે તેવી અપેક્ષા છે.

ઇ-રિક્ષાનું માર્કેટ વધશે

  • આ ઉપરાંત, આગામી કેટલાક વર્ષોમાં ઇ-રિક્ષા માર્કેટમાં વધારો થશે કારણ કે, ગયા વર્ષે રાયપુર, ઇંદોર, ભોપાલ જેવા ઘણા નવાં માર્કેટ પણ ખુલ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી વર્ષોમાં દક્ષિણ અને ઉત્તર પૂર્વના માર્કેટ ખુલવાની પણ ધારણા છે.
  • ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે, આગામી વર્ષોમાં માર્કેટ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ કરશે કારણ કે, ઘણા રાજ્ય સરકારો તેમની EV પોલિસીના ભાગરૂપે ઓટોના હાલના જૂથને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો