ન્યૂ કાર / ભારતમાં ફેબ્રુઆરીમાં ‘Kia Carnival’ લોન્ચ થશે, તેમાં BS6 કમ્પ્લાયંટ ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે

India launches 'Kia Carnival' in February, will have BS6 Compliant turbocharged diesel engine

  • સાઉથ કોરિયન કંપની કિઆએ વર્ષ 2018માં ઓટો એક્સપોમાં આ મલ્ટી પર્પઝ વ્હીકલને રજૂ કરી હતી
  • કિઆ કાર્નિવલમાં બીજી લાઈન માટે પાવર સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે
  • કંપની તેની કિંમત 22 લાખથી 30 લાખ રૂપિયા રાખી શકે છે

Divyabhaskar.com

Dec 01, 2019, 03:32 PM IST

ઓટો ડેસ્ક. કિઆ મોટર્સ ભારતમાં ટૂંક સમયમાં ‘Carnival MPV’ લોન્ચ કરશે. તેને આગામી વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાઉથ કોરિયન કંપની કિઆએ વર્ષ 2018માં ઓટો એક્સપોમાં આ મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV)ને રજૂ કરી હતી. ભારતીય માર્કેટમાં આ MPV ટોયોટા ઈનોવા ક્રિસ્ટાને ટક્કર આપશે. થોડા દિવસ પહેલાં ઘણા દેશોમાં તેને Sedona નામથી વેચવામાં આવતી હતી.

લુક અને સાઈઝ
કિઆ કાર્નિવલમાં બીજી લાઈન માટે પાવર સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે, જેના લીધે તે અમુક હદ સુધી મિની વેન જેવી દેખાય છે. તેના આગળના ભાગ પર કિઆની સિગ્નેચર ગ્રિલ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચાયેલી કાર્નિવલનો લુક શાનદાર અને પ્રીમિયમ છે. ભારતીય માર્કેટમાં લોન્ચ થનારી કાર્નિવલની ડિઝાઈનમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે.

સાઈઝની વાત કરીએ તો, કાર્નિવલની લંબાઈ 5,115 mm છે, પહોંળાઈ 1,985 mm, ઉંચાઈ 1,740 mm અને વ્હીલબેસ 3,060 mm છે. ઈનોવાની સરખામણીએ તે MPV 420mm વધારે લાંબી અને 150 mm વધારે પહોંળી છે. ઈનોવાની ઉંચાઈ કાર્નિવલ કરતા 55 mm વધારે છે, જ્યારે કાર્નિવલનું વ્હીલબેસ 310 mm વધારે છે.

ઇન્ટિરિઅર્
ઈન્ટરનેશનલ માર્કેટમાં કાર્નિવલ 7,8 અને 11 સીટ લેઆઉટમાં આવે છે. ભારતમાં તેને માત્ર 7 સીટર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેના ટોપ વેરિઅન્ટમાં બીજી લાઈનમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવી શકે છે. બીજી લાઈનની સીટ ફોલ્ડ કરી શકાશે, જેથી ત્રીજી લાઈનની સીટ પર બેસનાર પેસેન્જરને કારની અંદર જવા અને બહાર નીકળવામાં સરળતા રહે.

એન્જિન
ભારતીય માર્કેટમાં કાર્નિવલમાં BS6 કમ્પ્લાયંટ 2.2 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે. આ એન્જિન 202hpનો પાવર અને 441Nm ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન આપવામાં આવી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કાર્નિવલ 3.3 લીટર V6 પેટ્રોલ એન્જિનની સાથે પણ આવે છે. આ એન્જિન 270hp પાવર અને 318Nm ટોર્ક જનરેટ કરે છે.

X
India launches 'Kia Carnival' in February, will have BS6 Compliant turbocharged diesel engine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી