સ્પાઈસજેટના પાઇલટ્સને મળી દિવાળી ગિફ્ટ:મંથલી સેલેરીમાં મળ્યો 7 લાખ સુધીનો વધારો, 80 કલાક સુધી ઉડાન ભરનારા કેપ્ટન્સને ફાયદો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પાઈસજેટે દિવાળી પહેલા પોતાની કંપનીના કેપ્ટનનું સેલેરી સ્ટ્રકચર રિવાઈઝ કરીને તેમને ગિફ્ટ આપી છે. કંપનીએ 80 કલાક સુધી ફ્લાઈટ ઉડાવનાર કેપ્ટનની મંથલી સેલેરીમાં 55%નો વધારો કર્યો છે.

ઓક્ટોબર 2022ની સેલેરીમાં 22%નો વધારો કર્યો
સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે, ‘80 કલાક ફ્લાઈટ ઉડાવનાર કેપ્ટનની સેલરી 7 લાખ રુપિયા વધારી દેવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં તેની સેલેરીમાં 22% સુધીનો હાઈક આપ્યો.’

1 નવેમ્બરથી મળશે નવી સેલેરી
સ્પાઈસજેટે જણાવ્યું કે, કેપ્ટનનું નવું સેલેરી સ્ટ્રકચર 1 નવેમ્બર, 2022થી લાગુ થશે. પ્રી-કોવિડ ટાઈમથી પહેલા મળતી સેલેરીની સાપેક્ષે કેપ્ટનને વધુ સેલેરી મળશે. કેપ્ટનની સાથે ટ્રેનર્સ અને સિનીયર ફર્સ્ટ ઓફિસરની સેલેરીમાં પણ વધારો થશે.

કંપની સેલેરી આપવામાં મોડું કરી રહી હતી
થોડા સમય પહેલા સ્પાઈસજેટના કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, કંપની તેમને સેલેરી આપવામાં મોડુ કરી રહી છે. ફ્લાઈટના ક્રૂ સહિત કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેઓને જુલાઈ મહિનાની સેલેરી હજુ સુધી મળી નથી. તેઓને નાણાકીય વર્ષ 2021-22ના ફોર્મ નંબર-16 પણ આપવામાં આવ્યા નથી.

નિરંતર વધારી રહ્યા છીએ બેઝિક સેલેરી- સ્પાઈસજેટ
સ્પાઈસજેટે કર્મચારીઓની ફરિયાદ પર એવું કહ્યું હતું કે, તે પોતાના કેપ્ટનની બેઝિક સેલેરીને નિરંતર વધારવામાં આવે છે. ઓગસ્ટની સાપેક્ષમાં ટ્રેનર્સની સેલેરી 10% સુધી અને કેપ્ટન્સ અને ફર્સ્ટ ઓફિસરની સેલેરીમાં 8% હાઈક આપવવામાં આવ્યું હતું. ઓક્ટોબરમાં પણ સેલેરીમાં 22% સુધી હાઈક આપવામાં આવ્યું.

80 પાઇલટ્સને 3 મહિનાની રજા પર મોકલવામાં આવ્યા
સ્પાઈસજેટે પોતાના અંદાજે 80 જેટલા પાઇલટ્સને 3 મહિનાની રજા ઉપર મોકલી દીધા. આ રજાઓ માટે સ્પાઈસજેટ પોતાના પાઇલટ્સને કોઈપણ પગાર આપતા નથી. સ્પાઈસજેટે કહ્યું કે, ‘કંપની કોસ્ટને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.’