તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસ્ટ સેલિંગ કાર:ટોપ-10નાં લિસ્ટમાં મારુતિ સુઝુકીની 7 ગાડીઓ, વાર્ષિક આધારે 80%ના ગ્રોથ સાથે ક્રેટાએ 6 નંબર પર જગ્યા બનાવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા પાંચ નંબર પર મારુતિ સુઝુકીનો દબદબો રહ્યો
  • 4%ના નકારાત્મક ગ્રોથ છતાં સ્વિફ્ટ ટોપ પર

નવેમ્બર 2020ના મહિનામાં મોટાભાગની ટોપ ઓટોમોબાઇલ કાર કંપનીઓએ વાર્ષિક ધોરણે વેચાણમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે કારણ કે, 2,86,476 પેસેન્જર ગાડીઓના વેચાણમાં 8.8%નો વોલ્યૂમ ગ્રોથ થયો છે. મારુતિ સુઝુકીએ વેચાણમાં 2.4%નો વધારો નોંધાવ્યો છે, જ્યારે હ્યુન્ડાઇ, ટાટા, કિઆ અને મહિન્દ્રાએ તેનાથી વિપરીત સારી માત્રામાં વોલ્યૂમ ગ્રોથ નોંધાવ્યો છે.

ગયા મહિને આ 10 ગાડીઓનો દબદબો રહ્યો

મોડેલનવેમ્બર સેલ્સ 2020નવેમ્બર સેલ્સ 2019વાર્ષિક ધોરણે વધારો
1.મારુતિ સુઝુકી સ્વિફ્ટ18,49819,314-4%
2.મારુતિ સુઝુકી બલેનો17,87218,047-1%
3.મારુતિ સુઝુકી વેગનઆર16,25614,65011%
4.મારુતિ સુઝુકી અલ્ટો15,32115,0862%
5.મારુતિ સુઝુકી ડિઝાયર13,53617,659-23%
6.હ્યુન્ડાઈ ક્રેટા12,0176,68480%
7.કિઆ સોનેટ11,417--
8.મારુતિ સુઝુકી ઇકો11,18310,16210%
9.હ્યુન્ડાઈ ગ્રાન્ડ i1010,93610,1867%
10.મારુતિ સુઝુકી અર્ટિગા9,5577,53727%
  • દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિના ગયા મહિને 47.4 ટકાના માર્કેટ શેર સાથે ટોપ-10 સેલ્સ ચાર્ટમાં 7 મોડેલ્સ હતાં. પહેલા પાંચ નંબર પર મારુતિ સુઝુકીનો દબદબો રહ્યો કારણ કે, સ્વિફ્ટે બલેનો, વેગનઆર, અલ્ટો અને ડિઝાયરને આગળ વધારી. સ્વિફ્ટ કોમ્પેક્ટ હેચબેકે નવેમ્બર 2019નાં 19,314 યૂનિટ કરતાં નવેમ્બર 2020માં 18,498 યૂનિટ સાથે 4% નકારાત્મક ગ્રોથ નોંધાવ્યો છે, તેમ છતાં તે પહેલા નંબરે પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી.
  • બલેનોએ પણ વાર્ષિક ધોરણે 1%નો નકારાત્મક ગ્રોથ કર્યો કારણ કે, નવેમ્બર 2020માં તેણે 17,872 યૂનિટ વેચ્યાં હતાં, જે ગયા વર્ષના સમાન ગાળામાં 18,047 યૂનિટ હતાં. બીજીબાજુ, વેગનઆરે નવેમ્બર 2020માં 16,256 યૂનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જેની સરખામણીએ 2019માં સમાન ગાળામાં 14,650 યૂનિટ વેચાયાં હતાં, જેમાં 11%નો ગ્રોથ થયો છે.
  • અગાઉના મહિનામાં અલ્ટો 15,321 યૂનિટ સાથે ચોથા નંબર પર હતી. નવેમ્બર 2019માં 15,086 યૂનિટની સરખામણીએ ગત મહિનાના વેચાણમાં 2%નો વધારો થયો છે. ડિઝાયર કોમ્પેક્ટ સિડેન આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. ગયા વર્ષના સમાનગાળા દરમિયાન તેણે 17,659 યૂનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા મહિને 23%ના નકારાત્મક ગ્રોથ કરતાં 17,659 યૂનિટ રહ્યું.
  • ટેબલના બીજા ભાગમાં સેકન્ડ જનરેશન હ્યુન્ડાઈ ક્રેટા 12,017 યૂનિટ સાથે છઠ્ઠા નંબરે રહી, જ્યારે નવેમ્બર 2019માં 6,684 યૂનિટ કરતાં ક્રેટાએ ગયા મહિને 80%નો ઘટાડો કર્યો. કિઆ સેલ્ટોસના લોન્ચિંગ પછી પણ હ્યુન્ડાઈ ક્રેટાનો મિડસાઇઝ SUVમાં પોતાનો દબદબો બનેલો છે.
  • સોનેટ 11,417 યૂનિટ સાથે સાતમા નંબરે રહી. આ દેશમાં કિઆનું સૌથી વધુ વેચાતું મોડેલ બની ગયું અને તે સબ 4-મીટર SUV સેગમેન્ટમાં ટોપ પર છે.
  • ઇકો વાર્ષિક આધારે 10%ના ગ્રોથ અને 11,183 યૂનિટ સાથે આઠમા નંબરે રહી. 10,936 યૂનિટ અને વાર્ષિક ધોરણે 7%ના ગ્રોથ સાથે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ નવમા નંબરે રહી, જ્યારે મારુતિ સુઝુકી અર્ટિગા વાર્ષિક ધોરણે 27% અને 9,557 યૂનિટ સાથે દસમા ધોરણે પોતાની જગ્યા બનાવી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો