• Gujarati News
  • Utility
  • Automobile
  • In The New Year, 10 New Vehicles Of The Company Including Audi, Mahindra, Skoda And Maruti Will Be Launched, Check The Features, Engine And Price.

અપકમિંગ ટોપ-10 કાર:નવાં વર્ષે ઓડી, મહિન્દ્રા, સ્કોડા અને મારુતિ સહિત કંપનીની 10 નવી ગાડીઓ લોન્ચ થશે, ફીચર્સ, એન્જિન અને ભાવ કેટલો હશે ચેક કરી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022માં ઘણી ગાડીઓ લોન્ચ થવા જઈ રહી છે, જેમાં SUV સેગમેન્ટ સૌથી મહત્વપૂર્ણ રહોશે. 2022માં ઘણી નવી SUV લોન્ચ થવા જઈ રહી છે, જેમાં ઓડી Q7, મહિન્દ્રા સ્કોર્પિયો, નવી મારુતિ બ્રેઝા, ટોયોટા હિલક્સનો સમાવેશ થાય છે. અહીં આ તમામ SUV વિશે માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ નવાં વર્ષે આવનારી ગાડીઓનાં એક્સપેક્ટેડ ફીચર્સ અને ભાવ શું હશે.

1. ઓડી Q7 ફેસલિફ્ટ
ઓડી ઇન્ડિયા ઇન્ડિયન માર્કેટમાં તેની નવી Q7 SUV ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો નવી ઓડી Q7 આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. નવી ઓડી Q7 પહેલેથી જ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાઈ રહી છે અને આ કાર સ્ટાન્ડર્ડ ફીચર્સ સાથે આવે છે. નવી ઓડી Q7 ગ્લોબલ માર્કેટમાં 6 અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. નવાં મોડેલને ભારતમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને ઓપ્શન સાથે આવશે એવી અપેક્ષા છે.

2. મહિન્દ્રા સ્કોર્પિયો
કંપની 2022 મહિન્દ્રા સ્કોર્પિયો પર સતત કામ કરી રહી છે. આ SUV આવતા વર્ષે ઘણા ફેરફારો સાથે નવા અવતારમાં લાવવાની છે. તે કંપનીના નવાં લેડર-ઓન પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, જે પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં પણ ખરીદી શકાશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ થારમાં પણ કરવામાં આવ્યો છે. તેને માર્ચ 2022 સુધીમાં ભારતમાં લાવવામાં આવી શકે છે.

મહિન્દ્રા સ્કોર્પિયોને સૌપ્રથમ વર્ષ 2002માં રજૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેને ઘણી ફેસલિફ્ટ અપડેટ આપવામાં આવી છે.

3. સ્કોડા કેરોક ફેસલિફ્ટ
સ્કોડા કેરોક ફેસલિફ્ટ આવતાં વર્ષે ઘણા નવા ફેરફારો સાથે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરવાની છે. સ્કોડાનું કહેવું છે કે નવી કેરોકની ડિઝાઇન અને ટેક્નોલોજી અપડેટ કરવામાં આવી છે. સ્કેચ જોઇએ તો આ SUV ચોક્કસપણે હવે વધુ શાર્પ અને સ્લીક લાગે છે. નવી સ્કોડા કેરોકના ઇન્ટિરિયરમાં કેબિનમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરશે. કારની કેબિન અને ડેશબોર્ડને બ્લેક-બેઝ ટોનમાં પેઇન્ટ કરવામાં આવશે.

4. ન્યૂ મારુતિ બ્રેઝા
મારુતિ ભારતમાં ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી બ્રેઝા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી બ્રેઝા કંપનીના નવાં મોડેલની ફર્સ્ટ SUV હશે. નવી SUV કોઈ કેમોફ્લેઝ એટલે કવર કર્યા વગર જ રસ્તા પર ટેસ્ટિંગ દ્વારા જોવા મળી ચૂકી છે. જેના કારણે આ કારની ડિઝાઇન વિશે કેટલીક માહિતી જાહેર થઈ ગઈ હતી.

5. ટોયોટા હિલક્સ
ટોયોટા હિલક્સ ટ્રક તાજેતરમાં જ એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન જોવા મળી છે. કંપની આ કારને જાન્યુઆરી 2022માં લોન્ચ કરવા જઈ રહી છે. ટોયોટા હિલક્સ ડબલ કેબ વેરિઅન્ટમાં આવે એવી શક્યતા છે. તે ઘણી એક્સેસરીઝ સાથે જોવા મળી છે. કંપની આ લાઈફસ્ટાઈલ ટ્રકને બે ડીઝલ એન્જિન ઓપ્શનમાં લાવી શકે છે.

6. ટાટા અલ્ટ્રોઝ DCT
ટાટા અલ્ટ્રોઝ સૌપ્રથમ જાન્યુઆરી 2020માં લોન્ચ થઈ હતી. આ હેચબેકને જાન્યુઆરી 2021માં નવાં એન્જિન ઓપ્શન (1.2L ટર્બો-પેટ્રોલ યૂનિટ)માં લાવવામાં આવી હતી.એવું લાગી રહ્યું છે કે નવો ગિયરબોક્સ ઓપ્શન (ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક) જાન્યુઆરી 2022માં રજૂ કરવામાં આવશે. DCT ટ્રાન્સમિશન માત્ર 1.2L ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે જ જોડવામાં આવશે, જ્યારે 1.2L NA પેટ્રોલ અને 1.2L ટર્બો-ડીઝલ પાવર પ્લાન્ટને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

7. મારુતિ સુઝુકી અર્ટિગા ફેસલિફ્ટ
મારુતિ સુઝુકીએ વર્ષ 2018માં ઇન્ડિયન માર્કેટમાં સેકન્ડ જનરેશન અર્ટિગા લોન્ચ કરી અને આ મોડેલને હવે લગભગ 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આ એક મિડ લાઇફ ફેસલિફ્ટના કારણે છે. અર્ટિગા ફેસલિફ્ટનું એક ટેસ્ટ મ્યૂલ પહેલેથી જ આપણા રસ્તા પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂક્યું છે. તેના આ નવા લુકમાં કોસ્મેટિક ફેરફાર ઘણા ઓછા કરવામાં આવ્યા છે. અર્ટિગા ફેસલિફ્ટ તેનાં કરન્ટ 105hp, 1.5-લિટર પેટ્રોલ માઈલ્ડ-હાઈબ્રિડ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને ઓપ્શન સાથે વેચાશે. અર્ટિગાનું વધુ પ્રીમિયમ વર્ઝન XL6 પણ પાછળથી ફેસલિફ્ટ થાય એવી ધારણા છે. આ કારની અંદાજિત કિંમત 8.5 લાખ-11.5 લાખ રૂપિયા હશે.

8. મારુતિ સુઝુકી XL6 ફેસલિફ્ટ
વર્ષ 2022માં XL6ને પણ મિડ-લાઇફ ફેસલિફ્ટ આપવામાં આવશે અને તેની કિંમત અર્ટિગા કરતાં વધુ હોઈ શકે છે. અપડેટેડ XL6 કાર પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. જેમાં રિઅરમાં ડિઝાઇનમાં ફેરફાર થયા હોય એવું લાગતું હતું. પરંતુ હવે એવું લાગે છે કે તેની ગ્રિલ બદલાઈ ગઈ છે અને આગળનું બંપર નવું દેખાય છે.

હેડલેમ્પ્સની ડિઝાઈન કરન્ટ XL6 જેવી જ છે. જો કે, ઈન્ટરનલને ટ્વિક કરવામાં આવી શકે છે. આ કારની અંદાજિત કિંમત 10 લાખથી 12 લાખ રૂપિયા છે.

9. રેનો ટ્રાઇબર ટર્બો
રેનોની ટ્રાઇબર MPVમાં કાઇગર અને મેગ્નાઇટ કોમ્પેક્ટ SUVમાંથી 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે. આ ટ્રાઈબર કાર લાંબી છે. 1.0-લિટર, ત્રણ-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ 100hp પાવર જનરેટ કરે છે. હૂડ હેઠળના આ નવાં એન્જિન સાથે ટ્રાઇબરની ડિસ્પ્લેમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો હોય એવી શક્યતા છે. આ કારની અંદાજિત કિંમત 7.5 લાખ-9.5 લાખ રૂપિયા છે.

10. ટોયોટા કેમરી ફેસલિફ્ટ
ટોયોટાએ કેમરી હાઇબ્રિડ સિડેનને મિડ-લાઇફ ફેસલિફ્ટ સાથે ગ્લોબલ લેવલે અપડેટ કરી છે. કેમરી ફેસલિફ્ટ પર અપડેટ્સ ખાસ કરીને કોસ્મેટિક જ આપવામાં આવી હતી, જેમાં નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્લું ફ્રંટ બંપર, નવાં એલોય વ્હીલ્સ અને રિડિઝાઇન કરાયેલાં LED ટેલલેમ્પનો સમાવેશ થાય છે. અંદરથી કેમરીને મોટી 9.0-ઇંચની ટચસ્ક્રીન અને અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સોફ્ટવેર સાથે અપડેટ કરવામાં આવ્યું હતું. તેની અંદાજિત કિંમત 35 લાખ-40 લાખ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...