• Gujarati News
  • Utility
  • Automobile
  • In The Auto Sector, SUVs Are Now The First Choice Of People, Consumers Do Not Want To Buy Cars Like Hatchbacks And Sedans.

ન્યૂ ટ્રેન્ડ:ઓટો સેક્ટરમાં હવે SUV બની લોકોની ફર્સ્ટ ચોઇસ, ગ્રાહકો હેચબેક અને સિડેન જેવી ગાડીઓ ખરીદવા નથી માગતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં સિડેન અને હેચબેક કારની જગ્યાએ SUVનો ક્રેઝ વધી રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં લોકોએ હેચબેક અને સિડેન કરતાં SUV સેગમેન્ટની ગાડીઓ વધુ ખરીદી છે. SIAMના ડેટામાં જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2021માં 87,720 SUVs વેચાઈ હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન માત્ર 64,235 સિડેન અને હેચબેક ગાડીઓનું વેચાણ થયું હતું. તેમજ, આ ટ્રેન્ડ 2021-22ના બીજા ક્વાર્ટરમાં પણ ચાલુ રહ્યો અને 367457 SUV વેચાઈ, જ્યારે પેસેન્જર કારના 343939 યૂનિટ વેચાયાં.

ભાવ ઓછો હોવાને કારણે SUV પોપ્યુલર બની
આ ટ્રેન્ડ પાછળનું કારણ SUVના નીચા ભાવ માનવામાં આવી રહ્યું છે. આજના સમયમાં નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગર જેવી સબકોમ્પેક્ટ SUVના ભાવ 6 લાખ રૂપિયાથી શરૂ થઈ જાય છે અને 10 લાખ રૂપિયા સુધી જાય છે. તેથી, લોકો હવે ફર્સ્ટ પ્રાયોરિટી SUVને આપી રહ્યા છે.

તેમજ, દેશના રસ્તાઓ પહેલાં કરતાં વધુ સારા થઈ રહ્યા છે. જેના કારણે લોકો વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સવાળી ગાડીઓ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, SUV દેખાવમાં મોડર્ન લાગે છે. તેની ડિઝાઇન લોકોને પોતાની તરફ અટ્રેક્ટ કરે છે. સબકોમ્પેક્ટ સેગમેન્ટમાં સૌથી વધુ ડિમાન્ડ મારુતિ બ્રેઝા, કિઆ સોનેટ, હ્યુન્ડાઈ વેન્યૂ અને ટાટા નેક્સન જેવી SUVની છે.

વેટિંગ પિરિયડ હોવા છતાં લોકો ખરીદી રહ્યાં છે
એવું નથી કે લોકો 10 લાખ રૂપિયાવાળી SUV સૌથી વધુ ખરીદી રહ્યાં છે પણ 10 લાખ રૂપિયા કરતાં વધુ કિંમતવાળી SUVની ડિમાન્ડ પણ છે.
હ્યુન્ડાઈ ક્રેટા અને મહિન્દ્રા થાર બંને એવી SUV છે જેની પર વેટિંગ પિરિયડ 9 મહિના સુધીનો છે. તેમ છતાં ગ્રાહકો SUV માટે ક્રેટા અને થાર સિવાય કિઆ સેલ્ટોસ, MG હેક્ટરની પણ જબરદસ્ત ડિમાન્ડ છે અને લોકો આના માટે લાખો રૂપિયા ખર્ચ કરવાની સાથે વધુ રાહ જોવા માટે પણ તૈયાર છે.

મિડ સાઇઝ SUV સેગમેન્ટ ઉપરાંત પણ ગ્રાહક એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ કિંમતે આવનારી SUV પર પણ ખર્ચ કરી રહ્યા છે. મર્સિડીઝ મેબેક GLS, ઓડી ઇ-ટ્રોન, રેન્જ રોવર, લેમ્બર્ગિની બનાવતી ઓટોમોબાઇલ કંપનીઓનું વેચાણ પણ વધ્યું છે.

ફીચર્સ નહીં તેમ છતાં પોપ્યુલર
ઓટો સેક્ટર સાથે જોડાયેલા લોકો નાની સાઇઝ અને ઓછી એન્જિન કેપેસિટીવાળી SUV ખરીદવાનું પ્રિફર કરી રહ્યાં છે કારણ કે, આ નાની SUVમાં ન તો એન્જિન પાવર હોય છે અને ન તો 4X4ની કેપેસિટી. ઓફરોડિંગ માટે પણ આ બેકાર છે. એટલે સુધી કે તેનામાં વધુ ટોર્ક અને ટ્રેક્શન કન્ટ્રોલ જેવાં ફીચર્સ પણ નથી મળતાં. પરંતુ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આજકાલ પેકેજિંગનો જમાનો છે. SUV વેલ્યૂ ફોર મની છે. તેમાં સ્ટાઇલ સાથે વિઝિબિલિટી, પાવર અને વધુ કેબિન સ્પેસ મળે છે.

એવું નથી કે SUVનું વેચાણ ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નહીં પણ ચીન, અમેરિકા, લેટિન અમેરિકા અને યુરોપમાં પણ તેનું વેચાણ વધી રહ્યું છે. ઓટો કંપનીઓ પણ આ ટ્રેન્ડને સારી રીતે સમજી રહી છે. આ જ કારણ છે કે, તાજેતરમાં જ લોન્ચ થનારી મોટાભાગની ગાડીઓ SUV જ હતી. તેમાં MG એસ્ટર, મહિન્દ્રા XUV700, સ્કોડા કુશાક, VW ટાઇગુન, અલ્કાઝર ઉપરાંત ઓડી ઇ-ટ્રોન, મર્સિડીઝ મેબેક સામેલ હતી, જે તાજેતરમાં જ ડેબ્યૂ થઈ. આમાં તાજેતરમાં જ લોન્ચ થયેલી મહિન્દ્રા XUV700નું 2 રાઉન્ડ બુકિંગ તો 50 હજારનો આંકડો પણ પાર કરી ગઈ, જેની અંદાજિત કિંમત 10 હજાર કરોડ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...