જુલાઈ સેલ્સ:જુલાઈમાં મારુતિએ 1.62 લાખ તો ટાટાએ 52 હજાર ગાડીઓ વેચી, હોન્ડાએ ડોમેસ્ટિક સેલ્સમાં 12 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થયા બાદ લોકડાઉન પ્રતિબંધ હટાવ્યા બાદ ઓટોમોબાઇલ સેક્ટરના વેચાણમાં પણ વેગ આવ્યો હતો. દેશની મુખ્ય ઓટોમોબાઈલ કંપનીઓએ જુલાઈ 2021માં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કર્યા છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગયા વર્ષની સરખામણીએ જુલાઈમાં 50.33% વધુ વાહનો વેચ્યાં છે. કંપનીએ જુલાઈ 2020માં કુલ 1 લાખ 8 હજાર 64 ગાડીઓ વેચી હતી. ટાટા મોટર્સનું વેચાણ પણ ગત મહિનાની સરખામણીમાં 19% વધ્યું છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હોન્ડાએ ગાડીઓના ડોમેસ્ટિક સેલ્સનો 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મારુતિ સુઝુકીએ 1.62 લાખ ગાડીઓ વેચી
મારુતિએ જુલાઈમાં કુલ 1 લાખ 62 હજાર 462 વાહનો વેચ્યા છે. આમાંથી ભારતમાં 1 લાખ 36 હજાર 500 વાહનો વેચાયાં અને 21,224 વાહનોની નિકાસ કરવામાં આવી. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM)ના મારુતિ પાસે 4,738 વાહનો હતાં. OEMનો અર્થ મારુતિ દ્વારા બનાવેલી કારને અન્ય કંપનીના બ્રાન્ડિંગ હેઠળ વેચવી એવો થાય છે. ભારતમાં ટોયોટા મારુતિ બલેનોને ગ્લેન્ઝા અને બ્રેઝાને અર્બન ક્રુઝર તરીકે વેચે છે.

મારુતિ સુઝુકી બલેનો હેચબેકને ટોયોટા પોતાના શો રૂમથી ગ્લેન્ઝા તરીકે વેચે છે
મારુતિ સુઝુકી બલેનો હેચબેકને ટોયોટા પોતાના શો રૂમથી ગ્લેન્ઝા તરીકે વેચે છે

કોમ્પેક્ટ સેગમેન્ટમાં સૌથી વધુ 70,268 યૂનિટનું વેચાણ

  • કોમ્પેક્ટ સેગમેન્ટમાં કંપનીના સૌથી વધુ વેચાતી ગાડીઓમાં વેગન-આર, સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બેલેનો, ડિઝાયર ટૂર-Sનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં 70,268 ગાડીઓ વેચાઈ હતી.
  • મિની સેગમેન્ટમાં અલ્ટો અને S-પ્રેસોનો સમાવેશ થાય છે, જેની 19,685 ગાડીઓ વેચાઈ.
  • યુટિલિટી વ્હીકલ્સ સેગમેન્ટમાં 32,272 ગાડીઓ વેચાઈ. આ સેગમેન્ટમાં Ertiga, S-Cross, Vitara Brezza, XL6 અને Gypsyનો સમાવેશ થાય છે.

ટાટા મોટર્સનું વેચાણ 19% વધ્યું
જૂનની સરખામણીમાં જુલાઈમાં ટાટા મોટર્સે 19% વધુ ગાડીઓ વેચી છે, જેની સંખ્યા 51,981 હતી. કંપનીની પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં જૂનની સરખામણીએ 25%નો વધારો જોવા મળ્યો છે. કંપનીનું ઓવરઓલ ડોમેસ્ટિક સેલ્સ 11% વધ્યું અને જુલાઈમાં કંપનીએ 21,796 ગાડીઓનું વેચાણ કર્યું. તેમજ, ઓવરઓલ કોમર્શિયલ વ્હીકલ સેલ્સ વધીને 23,848 યૂનિટ થયું હતું, જ્યારે જૂનમાં 22,100 ગાડીઓ વેચાઈ હતી.

ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં જૂનની સરખામણીએ 25%નો વધારો જોવા મળ્યો છે
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં જૂનની સરખામણીએ 25%નો વધારો જોવા મળ્યો છે

નિસાને 4,259 ગાડીઓ વેચી
જુલાઈ 2020માં નિસાનનું ડોમેસ્ટિક વેચાણ 784 ગાડીઓ હતું, જે જુલાઈ 2021માં વધીને 4,259 થઈ ગયું છે. કંપનીએ જુલાઈમાં 3,897 ગાડીઓની નિકાસ કરી હતી, જ્યારે જુલાઈ 2020માં માત્ર 2,375 ગાડીઓ જ નિકાસ થઈ હતી.

હોન્ડા કારનું 12 વર્ષમાં સૌથી વધુ ડોમેસ્ટિક સેલ્સ
હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડે જુલાઇમાં 12 વર્ષનો વેચાણનો રેકોર્ડ તોડ્યો અને લોકલ માર્કેટમાં 6,055 ગાડીઓનું વેચાણ કર્યું. કંપનીએ ગયા વર્ષે જુલાઇમાં 5,383 ગાડીઓનું વેચાણ કર્યું હતું. હોન્ડાએ જુલાઈમાં 918 ગાડીઓ એક્સપોર્ટ કરી.